લખતર યાર્ડમાં કપાસ વેંચણી બંધ કરવા ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ હાલ કપાસની સિઝન ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકે મોટાભાગના ખેડૂતો કપાસ વાવી અને રોકડી ઉપજ સામે આવે એ માટે કપાસ વાવતા હોય છે ત્યારે છેલ્લા દિવાળી પછી શરૂ થયેલા કપાસના ભાવ 1800 થી 1900 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો હતો અને હાલમાં અત્યારે અચાનક જ લખતર ખાતે 1700 થી 1750 જેટલો ભાવ થઈ જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે હાલમાં ચૂંટણીનો સમય છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા માટે સરકાર દ્વારા કપાસના પૂરતા ભાવ આપવામાં આવે છે ત્યારે આમ જોવા જઈએ તો ગત
સાલ કપાસના ભાવ 1500 થી વધુ ગયા નહોતા અને આ સાલ ચૂંટણી હોવાના કારણે સરકારે ખેડૂતોને રીઝવવા માટે 1800 થી 1900 સુધી ભાવ પહોંચાડ્યા છે ત્યારે લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસના એકાએક ભાવ તૂટી પડતા ખેડૂતોમાં રોશની લાગણી છવાઈ જવા પામી છે અને ખેડૂતોએ કપાસ વેચણી બંધ કરવાની ચીમકી સાથે પોતાના વાહનોમાં લાવેલા કપાસ પરત લઈ અને ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી છે ત્યારે જમરના કરણસિંહભાઈ જણાવતા હતા કે હાલમાં કપાસની આવકપુર બહારમાં છે ત્યારે ખેડૂતો પોતાને દાળિયા ખેતરમાં રાખી અને ખેડૂત કપાસની વિણાટ કરી અને જેમ બને તેમ જલ્દી કપાસનો નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધુ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે એકાએક ભાવ બગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોશની લાગણી વ્યક્ત કરી છે અને હાલમાં આજે કપાસ વેચાણ સસ્તા ભાવે ન કરવા અને લાવેલો કપાસ ઘરે પરત લઈ જવાની પણ તેમને ફરજ પડી છે ત્યારે કપાસ નો ભાવ 1900 હતો જે હાલ ઘટી અને 1750 જેટલો ભાવ કરી નાખ્યો હોવાના કારણે ખેડૂતોમાં રોસ જોવા મળ્યો હતો