સી.યુ.શાહ મેડીકલ સ્ટાફની મહેનતનું પરિણામ
પાઇનના દર્દી કુરેશી નુરજહાં સુલેમાનભાઇ છેલ્લા ત્રણ વર્ષથી મણકાની બિમારીને લઇને પથારી વશ હતા. ડોકટરોએ પણ સારા થવા માટે કે ચાલી શકવાની શકયતા નહીંવત છે. તેમ કહેલ.
ડો. ભરત દવે અને ડો. અજય ક્રિષ્નન દ્વારા સફળતાપૂર્વક સ્તવ્ય સ્પાઇક હોસ્પિટલ અમદાવાદ થી ઓપરેશન કરાવી સુરેન્દ્રનગર લાવ્યા બાદ ફિઝીયોથેરેપીસ્ટ ડો. અમીત દેસાઇ અને ડો. ધરતી પટેલ સી.યુ. શાહ મેડીકલ કોલેજમાંથી ઘરે કસરત કરાવવા દોઢ વર્ષ સુધી આવેલ. ડો. ધરતી પટેલ જે હાલ કેનેડા છે. તેમની મદદથી મહેનતથી ધીરજથી કસરત કરાવ્યા બાદ ખુબ જ સુધારો જણાતા તેઓએ સી.યુ.શાહ કોલેજના ફિઝયોથેરેપી વિભાગના કસરત કરાવવાનું જણાવતા. ડો. બીનાબેનના માર્ગદર્શન નીચે તેઓના સ્ટાફના ડો. કિંઝલ, ડો. ધરતી પટેલ, ડો. બીનલબેન, ડો. અદીતા મકવાણા, ડો. અપેક્ષા, ડો. દેવાંગી, ડો. વૈભવી વિગેરેને અથાગ મહેનત અને શીસ્ત બઘ્ધરીતે કરાવેલ કસરત ને લીધે આજે નુરજહાબેન સ્ટીક સાથે અથવા સ્ટીક વિના પણ ચાલીને રીક્ષામાં બેસી રેગ્યુલર કસરત કરાવવા જાય છે. જેથી સી.યુ.શાહ મેડીકલ કોલેજના ડો. રોહન ગુપ્તા, ડો. ગઢવી, ડો. બીના અને તેમના સ્ટાફનો દર્દીના પરિવારનો આભાર માન્યો છે. સી.યુ. શાહ મેડીકલ હોસ્પિટલ દર્દીઓ માટે ખુબ જ સારી સેવા આપતા આધુનિક સાધનો ધરાવતી આશીર્વાદ સમાન હોસ્૫િટલ છે.