પૈસા ભરી ટેબ્લેટની પ્રતિક્ષા કરનાર વિદ્યાર્થીઓ સાત વર્ષ પુરૂ થવા છતાં ટેબ્લેટ નથી આપ્યું
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા તાલુકા મથકોમાં કોરોના બાદ શિક્ષણકાર્ય શરૂ થયું જેને ખાસ્સો સમય વીતી ગયો છે ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટોકન રૂપિરકમ ભરી અને ટેબ્લેટ આપવાનું વચન આપ્યું હતું અને સામાન્ય વિદ્યાર્થીઓને ટેબ્લેટ પણ આપ્યા હતા ત્યારબાદ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને હજુ હાલ સુધી ટેબલેટ હજુ મળ્યા ન હોવાનું હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરમાં અનેક વિદ્યાર્થીઓને હાલમાં અનેક શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે હજુ સુધી શાળાના સંચાલકો કે શિક્ષણ અધિકારી મંત્રી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રકમ લઈને આજદિન સુધી તેમને ટેબલેટનો આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો આવા વિદ્યાર્થીઓને ટેબ્લેટ ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે સુરેન્દ્રનગર શહેરમાં કોલેજોમાં અભ્યાસ કરતાં મોટા ભાગના વિદ્યાર્થીઓને આજદિન સુધી ટેબ્લો ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અવારનવાર વાલીઓ દ્વારા ફરિયાદો શિક્ષકોને તેમજ શાળાના સંચાલકોને કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આમ છતાં પણ કોઇ જ વ્યવસ્થા ટેબલેટની કરવામાં આવી નથી.