અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર  શહેરી વિસ્તારમાં આવેલા કુંથુનાથ દેરાસર પાસે ચાલી રહેલા ટેલેન્ટને ક્લાસીસના સંચાલક જયેશભાઈ જૈન દ્વારા ફ્રેન્ડશીપ દિવસ હોવાના કારણે ટ્યુશન ક્લાસીસ માં આવતા વિદ્યાર્થીઓને ફોટો સેશન માટે સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ નજીક કેનાલમાંથી પડતા પાણીના ધોધ પાસે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં તેમના ફોટા પાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ફોટોસેશન અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી દે તેવો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

રવિવારનો દિવસ હોવાના વિદ્યાર્થીઓને લેસન કરવા ટ્યુશન ક્લાસીસ માં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં વિદ્યાર્થીઓ લેસન કરવા પણ ગયા હતા ત્યારે અચાનક ફ્રેન્ડશીપ દિવસ હોવાના કારણે સંચાલક દ્વારા ફોટો ફેશન માટે દુધરેજ કેનાલ નજીક પડતા ધોધ ખાતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ફોટોસેશન કરવામાં આવ્યા હતા ફોટોસેશન પત્યા બાદ વિદ્યાર્થીઓ નાવા આ ધોધમાં પડ્યા હતા ત્યારે નૂરે મોહમ્મદી વિસ્તારમાં વસવાટ કરતા પઠાણ ઉર્વેશ ખાન પાણીના ખાડામાં ખૂંચી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજવા પામ્યું હતું.અત્યારે ઘરે આવવાના સમયે પાણીમાં પહોંચી ગયેલ વિદ્યાર્થી ગુમ હોવા નું ટ્યુશન સંચાલકને જાણવા મળ્યું હતું ત્યારે તેની ગોતતા  તે બાજુ માં ખાડો હોય તેમાં ખૂંચી ગયા હોવાનું ખુલવા પામ્યું અત્યારે તાત્કાલિકપણે આજુબાજુના લોકો દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનો પમ્પિગ કરવામાં આવ્યું હતું પણ તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગરમાં ફ્રેંન્ડશિપ ડે ના દિવસે મિત્રોની આંખો સામે મિત્ર નું મોત નિપજીયું

સુરેન્દ્રનગરમાં ટ્યુશન સંચાલકની બેદરકારીના પગલે પ્રવાસમાં લઇ ગયેલા વિદ્યાર્થીઓનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે જેને લઇને ચકચાર વ્યાપી જવા પામી છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણીમાં પડી અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં 17 વર્ષના વિદ્યાર્થીઓનો પાણીમાં પડવાના પગલે મોત નિપજવા પામ્યું છે. પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસ માટે ફરવા માટે અને ફોટા પડાવવા માટે વિદ્યાર્થીઓને ધોધ ખાતે લઈ જવામાં ત્યાં ખાડામાં વિદ્યાર્થી ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું ફ્રેન્ડશીપ દિવસ ના દિવસે જ મિત્રોને આંખો સામે મિત્રનું મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.