ધારાસભ્યોના જે પ્રશ્નો આવ્યા તેમજ એસટી કામદાર હિતના પ્રશ્ર્નો તેમજ ડેપોના પરિવહન સંચાલનના ક્ષતી મુદાઓની ચર્ચા કરાઈ
રાજકોટ એસ ટી વિભાગ મા એસ ટી સલાહકાર ના અધ્યક્ષ વિભાગીય નિયામક સાહેબ અને અધ્યક્ષ કલોત્રા ની ચેમ્બર ના સ્થાને એસ ટી સલાહકાર ની મીટીંગ યોજાયેલ જેમાં એસ ટી લગત આમ જનતા પ્રવાસી તેમજ વિદ્યાર્થી હિત ના પ્રશ્નો ઉપર વઢવાણ ધારાસભ્ય તેમજ ધ્રાંગધ્રા ધારાસભ્ય જસદણ ધારાસભ્ય લીબડી ધારાસભ્ય ચોટીલા ધારાસભ્ય રાજકોટ ધારાસભ્ય ના આમ જનતા પ્રવાસી ના જાહેર હિત ના પ્રશ્નો તેમજ કોવીડ સમય રાજકોટ રાત્રી ની શેડ્યુલ 90નંબર ની બંધ છે તે 19-30 ની શેડ્યુલ મા દૈનિક 80 મુસાફરો વહન કરે છેઅને સુરેન્દ્રનગર ના મુસાફરો ઉભા ઉભા આવે છે
તે મુદ્દો 90નંબર જે 20-00 કલાકે ઉપડતી હતી તે શેડ્યુલ ચાલુ કરવા થી 19-30 નો લોડફેક્ટર હળવો થશે ને સુરેન્દ્રનગર ના ઉભા ઉભા આવતા મુસાફરો ની હાડમારી ને ત્રાસ દુરસ્ત થશે તે રજુઆત કરી ધારાસભ્ય ઓ જે પ્રશ્નો આવેલ તે પ્રશ્નો ઓ તેમજ એસ ટી કામદાર હિત ના પ્રશ્નો તેમજ ડેપો સુરેન્દ્રનગર લીબડી ને ધ્રાંગધ્રા તરફ અપ ડાઉન કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થી ઓ ને 11-30 થી 13-30 વચ્ચે બનચીંગ મા રૂટ ઉપડતા જે હાલાકી માનસિક ત્રાશ કે હાડમારી ભોગવે છે તેનો સર્વે કરી વિદ્યાર્થી ટ્રીપો વધારવા રજૂઆતો કરી તે નિવારવા ની હકારાત્મક ખાત્રી આપેલ છે.
જોરવનગર રતનપર જે વાયા એસ ટી પરિવહાન સેવા કિમિ 28-78 તે હિતરક્ષક સમિતિ ની માંગણી મુજબ વાયા જોરવનગર લીબડી તરફ ને લીબડી થી સુરેન્દ્રનગર તરફ ટ્રીપ.
પરિવહન સેવા સંચાલિત કરવાના માંગણી સ્વીકારી
સલાહકારના સર્વે વનરાજસિંહ એસ રાણા (વઢવાણ સુરેન્દ્રનગર) તેમજ ધ્રાંગધ્રાના ગીરીશભાઈ પટેલ તેમજ જસદણ ના ખસિયા ભાઈ ને રાજકોટ ના દશરથસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી જાહેર જનતા પ્રવાસી ના હિત ના પ્રશ્નો ની સફળ રજુઆત કરી હતી. આ મીટીંગ ના અધ્યક્ષ અને વિભાગીય નિયામક કાલોતર તેમજ એસ ટી પરિવહન અધિકારી ડાંગર ખાસ પ્રશ્નો નિવારવા ને રજુઆત સાંભળવા ખાસ હાજર હતા સુંદર વાતાવરણ મા મીટીંગ નું સંચાલન થયેલ હતું જેની યાદી વનરાજસિંહ એસ રાણા જણાવે છે.