સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને સંદતર ડામી દેવા માટે ડ્રાઇવ રાખેલ હોય જેથી એસ.ઓ.જી. ઇ. ચા. પો.ઇન્સ.શ્રી એસ.બી.સોલંકી તથા એ.એસ.આઇ દાદુભાઇ કરીમભાઇ તથા જી.વી.મસીયાવા તથા દાજી રાજભાઇ તથા
પો.હેડકોન્સ મહીપતસીહ તથા યોગેન્દ્રસીહ તથા ઘનશ્યામભાઇ તથા હસમુખભાઇ તથા ડાયાલાલ પો.કોન્સ. સંજયસીહ તથા હરદેવસીહ વિગેરે સ્ટાફનાં માણસો સાથે ચેડા. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એ.એસ,આઇ દાદુભાઇ પો.હેડ કોન્સ. યોગેન્દ્રસીહ ને બાતમી હકીકત મળેલ કે, કારોલ ગામના જયપાલસિંહ ચંદ્રસિંહ ઝાલા ધ્વાળાઓ પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી હકીકત આધારે સદરહે જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએથી ભારતીય બનાવટની વીદેશી દારૂ કુલ બોટલો નંગ-૧૯૦૨ કી.રૂ.૭,૬૦,૮૦૦ તથા ટ્રેકટર-ટ્રોલી ની કી.રૂ ૧૫૦૦૦૦ તથા બે મો.સા. કી.રૂ.૬૦૦૦૦ એમ કુલ કી.રૂ.૯,૭૦,૮૦૦ નાં મુદામાલ કર્જ કરવામાં આવેલ છે. અને આ કામનો આરોપી વિરૂધ્ધ ચુડા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા મુજબ ધોરણસર થવા ફરીયાદ આપેલ છે.