રાજ્યમાં વરસાદ ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે ત્યારે ભૂકંપના આંચકાનું પ્રમાણ હજુ યથાવત જ છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ભૂકંપના ત્રણ આંચકાથી લોકો ભયભીત થઇ ગયા હતા.સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 3:25 કલાકે સુરેન્દ્રનગરથી 30 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
વહેલી સવારે સુરેન્દ્રનગરથી 34 કિમી દૂર 1.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ત્યારબાદ સાંજે 7:01 કલાકે સુરેન્દ્રનગરથી 29 કિમી 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 8:36 કલાકે સુરેન્દ્રનગરથી 34 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ઉનામાં અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે જો કે સુરેન્દ્રનગર એક જ દિવસમાં ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.