સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે પર કોમ્પ્લેક્ષમાં ધમધમતા દેહવ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. કોમ્પલેક્ષની ૬ દુકાનોમાં ધમધમતા કૂટણખાનામાં એલસીબી પોલીસે દરોડો પાડીને
5 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાની છે જ્યાં એલસીબી પોલીસ દ્વારા કૂટણખાનું ઝડપી પડતા ઝાલાવાડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોટીલા મામલતદાર ઓફિસ સામે આવેલા કોમ્પ્લેક્ષમાં 6 રૂમમાં કુટણખાનું ચાલી રહ્યું હતું જ્યાં એલસીબીની ટીમે દરોડા પાડીને ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. પૂછપરછમાં સુરત, વાપી કલકત્તા સહિતના મોટાભાગે અન્ય શહેરોમાંથી રૂપલલનાઓને બોલાવી ગોરખધંધો ચલાવવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે હવે પોલીસ દ્વારા ચોટીલા હાઇવે પરથી ઝડપાયેલા કૂટણખાના મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ઈસમો પાસેથી 4.35 લાખની રકમ પણ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.