રજૂઆતને ધ્યાને નહી લેવાય તો ના છૂટકે રોડ પર આવીને આંદોલનને ઘેરૂ બનાવવાની રીક્ષા ચાલકોની ચીમકી

ગુજરાતનાં રીક્ષા ચાલકો દ્વારા રાજયનાં તમામ રીક્ષા ચાલકોને મુખ્યમંત્રી સમક્ષ ૫૦૦૦ કરોડના પેકેજમાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે. આરજૂઆતને તાત્કાલીક ધ્યાનમાં નહી લેવામાં આવે તો રાજયનાં રીક્ષા ચાલકો ના છૂટકે રોડ પર આવીને આંદોલનને જલદ બનાવવાની રીક્ષા ચાલકોએ ચીમકી આપી છે.

૨૨.માર્ચ પછી ૬૦ લોકડાઉન કેન્દ્ર૨સરકારે જાહેરાત કરેલ તેનું અમલી કરણ પૂરેપૂરો સહકાર આપ્યો તેમજ આપે કીધું કે ઉનાળો આવશે ગરમીથી કોરાના મહાબિમારી જતી રહેશે ત્યાર તમે થાળી વગાડી અવાજ થી મહાબીમારી જતી રહેશે ત્યાર બાદ તમે દીવડા પ્રગટવાનું કીધું તોપણ કોરાના જેવી બીમારી ગઈ નહીં

ત્યાર બાદ બે માસ થી શ્રમરોજગારો કોઈપણ કામ ધંધા વગર ઘરે બેઠા ત્યારે આપશ્રી એ મોટા ઉપાડે શ્રમ જીવોએ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો કરી કામદારો ને થોડો વિશ્વાસ બેઠો આપણને કાંઈક સહાય સરકાર આપશે તો તમે ૧.લાખ લોન પેટે જાહેરાત કરી તેની માંગણી ફોર્મ મા બે સરકારી જામીનો અને અન્યડોક્યુમેન્ટ જે રીક્ષા કે લારી ગલ્લા નાના છૂટક વેપારીઓ માહિતી પુરી આપી શકાય તેમ નથી એ ઉપરાંત સહકારી બેંકો એ બહાર લોન નહીં આપવા આવે તેવા બોર્ડ મારી દીધા ત્યારે શ્રમ કામદારો દરરોજ એકબીજી બેંકો મા ધકા ખાતા રહ્યા ત્યારે કામદારો નો સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો આજે એ કામદાર શું હાલત છે તેની સરકાર તરફથી નોંધ લેવા મા આવતી નથી અત્યારે દરરોજ નું કમાતા હોય સાંજે શું ખાવું તેના માટે ફાફા છે આમ શ્રમ જીવ કામદાર બેરોજગાર બની ગયો અને આપે ગરીબ લોકોને મજાક ઉડાવી છે ત્યારે રિક્ષાચાલકો એ યુનિયન સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે મીંટીંગ યોજેલ સરકરશ્રી ને ૩૦.દિવસ મા સહાય ચુકવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ પત્ર દુવરા રજુઆત કરીને ગુજરાત ના તમામ રિક્ષા ચાલકો લારી ગલ્લા પાથરણા વાળા નાના વેપારી ઓ માટે રજૂઆત કરેલ છે જો આ રજૂઆત ને ધ્યાનમાં નહીં લેવામાં આવે ના છુટકે રોડ ઉપર આવીને ગુજરાત રાજ્ય ના તમામ રીક્ષા આંદોલનને જલદ બનાવવામાં આવેશે માટે સરકાર જાગે અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી આપવા રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.