જિલ્લાના નાગરિકોને જોગીંગ, રનીંગ, વોકિંગ કરતો ૧ મિનિટનો વિડીયો ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વેબસાઇટ પર મુકવા અપીલ ભલામણ

સુરેન્દ્રનગર જિલ્લાના નાગરીકોને રમત ગમત વિભાગ દ્વારા ફીટ ઇન્ડીયા ફીડમ રનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં નાગરીકોને પરિવારજનોનો જોગીંગ, રનીંગ, વોકિંગ કરતો ૧ મીનીટનો વિડીયો ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવા ભલામણ કરવામાં આવી છે.

જિલ્લા રમત-ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ  પ્રધાનમંત્રી દ્વારા તા.૨૯ ઓગષ્ટે ભારતના નાગરિકો માટે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ ખુલ્લી મુકવામાં આવી છે. પ્રધાનમંત્રીના હમ ફીટ તો ભારત ફીટના સુત્રને ચરિતાર્થ કરવા ગુજરાત રાજયના જિલ્લા, તાલુકા શહેર અને ગામના પ્રત્યેક નાગરિક ફીટનેસ અને એકિટવ લીવીંગને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે. ફિટ ઈન્ડીયા મુવમેન્ટ અંતર્ગત એક ફિટ ઈન્ડીયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ છે. ફિટ ઈન્ડીયા ફ્રીડમ રનની કલ્પના સામાજિક અંતર જાળવવા સાથે પોતાને ફિટ રાખવા માટેની અનિવાર્ય આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

જે અન્વયે તા.૨/૧૦/૨૦૨૦ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી કચેરીના સર્વે અધિકારી/કર્મચારી અને તેમના પરિવાર તેમજ જિલ્લાના નાગરિકો પોતાનો અને પોતાના પરિવારજનનો જોગીંગ, રનીંગ અથવા વોકીંગ કરતો ૧ મિનીટનો વિડીયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વેબસાઈટ https://sgsu.gujarat.gov.in/ પર જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ બાબતની સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ https:www.fitindia.gov.in/ પર પણ જમા કરાવી તેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.