ગુરુવારે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગર દ્રારા ડો. મહેન્દ્રભાઈ મુંજપરા  સાંસદ સુરેન્દ્રનગર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે પુન: આપવામાં આવે અને ઉ.પ.ધોરણ જિલ્લા કક્ષાએ સતા આપે જેથી સદર કામગીરી ઝડપી બને  તેવી રજુઆત સાંસદશ્રી ડો.મુંજપરા સાહેબ શિક્ષણ વિભાગ અને સરકારમાં કરે તે માટે આવેદનપત્ર આપ્યું તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં હાલ પુસ્તક વિતરણ અને પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે જેમાં શિક્ષકોએ  ઘેર ઘેર જઈને સંપર્કમાં આવવાનું થાય છે જેથી તમામ શિક્ષક ભાઈ બહેનોને માસ્ક,સેનિટાઈઝર અને જરૂરી કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે અને જે શિક્ષકોને કોરોનાનાં લક્ષણો જોવા મળે તેમને ઝડપથી રિપોર્ટ કરી આપવામાં આવે તે બાબતે મદદરૂપ થવા તેમજ પુસ્તક વિતરણ કેન્દ્રો પર પણ માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લાના હોદ્દેદારો ભરતસિંહચાવડા,રણછોડભાઈ કટારીયા, દશરથસિંહ અસ્વાર,અનિલભાઈમકવાણા, બ્રિજરાજસિંહ ભગીરથસિંહ રાણા સહિત સાંસદ મહેન્દ્રભાઈ મુજપરા ને આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે શાળાના આચાર્યો કામ વગર શિક્ષકો ને બેસાડી ના રાખે જરૂર પૂરતા જ શિક્ષકો ને બોલાવવામાં આવે તે અંગે ની તકેદારી રાખે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.