તંત્ર એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ
જિલ્લાના ક્રોઝવે અને પુલની ક્ષમતાની ચકાસણી તંત્ર કરી રહ્યું છે ત્યારે મોટા ભાગના પુલ અને ક્રોઝવે જર્જરિત હોવાનું સામે આવ્યું છે
સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા બ્રિજ ક્રોજવે સહિતના નદીઓ ઉપરથી જ બાંધવામાં આવેલા પૂલો ની મજબૂતાઈ અંગેનો હાલમાં સર્વે કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 3000 થી વધુ આવા બ્રિજ પુલ ક્રોજવે આવેલા હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ અંગે તમામની ક્ષમતા તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકો ની સુરક્ષા નો ખ્યાલ રાખી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તમામ પૂલોની મજબૂતાઈ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આજથી મહિના પહેલા સુરેન્દ્રનગરના ભોગાવો નદી ઉપર આવેલા સરદારસિંહ રાણા પુલ ઉપર 8 ફૂટનો ગાબડું પડી ગયું હતું. અને રતનપર તરફથી આ પુલ જુદો પડી ગયો હોવાનું સામે આવ્યું હતું.
આ પુલ નું નિર્માણ 2003 ના વર્ષમાં કરવામાં આવ્યું છે ત્યારે 20 વર્ષ જેટલો સમયગાળો આ પુલ બન્યા ને થઈ ગયો છે ત્યારે આ પુલ જર્જરીત થઈ ગયો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી અને આ પુલ નું હાલમાં સમારકામ શરૂ કર્યું છે. ક્યારે ખાસ કરી કેમિકલ અને ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરી અને આ પૂલમાં જ્યાં ગામડું પડ્યું છે ત્યાં બુરવા નો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે
હજુ કાલે સાંજના સમયથી આ પુલનું સમારકામ તંત્રએ શરૂ કર્યું ત્યાં સુરેન્દ્રનગર દુધરેજ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ ઉપર આવેલા બ્રિજમાં ગાબડું પડ્યા હોવાનું સામે આવ્યું છે બ્રિજ ઉપર ગામડું પડવા છતાં પણ વાહન ચાલકો બ્રિજ ઉપરથી અવરજવર કરી રહ્યા છે આશરે પાંચ થી છ ફૂટનો ગામડું પડ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ત્યાંથી પસાર થતાં લોકો દ્વારા જ્યાં ગામડું પડ્યું હતું ત્યાં આજુબાજુના વિસ્તારમાં પથ્થરો મુકવામાં આવ્યા છે છતાં પણ હજુ આ પુલ શરૂ રાખવામાં આવ્યો છે ત્યારે કોઈ મોટી જાનહાની સજા છે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.