ઝાલાવાડ વાસીઓ એ સલામી સાથે અને રાષ્ટ્રીય ગીત ના માન સન્માન સાથે 100 ફૂટ ઊંચો ત્રિરંગો સુરેન્દ્રનગર રેલવે મથક પર લહેરાયો
સાંસદ ધારાસભ્ય અને રેલવે વિભાગ ના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહયા
સુરેન્દ્રનગર જિલ્લાના રેલ્વે સ્ટેશન પર સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાની સુવિધા અર્થે અલગ અલગ પ્રજાલક્ષી કાર્યક્રમો રાખવા માં આવી રહા છે.ત્યારે આ આગાવ પેસેન્જર ને એક પ્લેટફોર્મ પર થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે અગવડતા ન પડે તે માટે લિફ્ટ લાખોના ખર્ચે મૂકવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને જુના રેલવે એન્જિન વિશે માહિતી મળે તે અર્થે જુનું રેલ્વે એંજીન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું.
ત્યારે રાષ્ટ્રીય ના માન સન્માન માટે આજે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાત સો ફૂટ ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય અને માન-સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર 17 ફેબ્રુઆરી, 2020 ને સોમવારે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન કેમ્પસમાં સાંજે 17.30 વાગ્યે 100 ફૂટની ઉંચાઇ પર રાષ્ટ્રધ્વજ – સ્મારક ધ્વજ
માનનીય સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, માનનીય ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલ અને મંડળ રેલ મેનેજર શ્રી પરમેશ્વર ફૂંકવાલની હાજરીમાં ફરકાવવામા આવીયો હતો.
ક્યારે આ સો ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવતા સમગ્ર ઝાલાવાડ વાસીઓને રાષ્ટ્ર પ્રત્યેની અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેની લાગણી વ્યાપીને ખાસા રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત સાથે અને આદરપૂર્વક રીતે 100 ફૂટની ઊંચાઈએ લહેરાવવામાં આવ્યો હતો.ત્યારે આ કાર્યકમ મોટી સંખ્યા માં રેઇલવે વિભાગ ના કર્મચારીઓ અને ખાસ ઝાલાવાડ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે રેલમંત્રાલય દ્વારા જારી કરાવેલ માર્ગદર્શન મુજબ, પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે 100 ફુટ ઊંચો સ્મારક તરીકે સ્થાપિત રાષ્ટ્રધ્વજનું ઉદ્ધઘાટન, સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રના માનનીય સંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા માનનીય ધારાસભ્ય ધનજીભાઈ પટેલની હાજરીમાં થયું. આ પ્રસંગે માનનીય અતિથિઓને રેલ સુરક્ષા બળ દ્વારા ગાર્ડ ઑફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું કર્યું.
રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલ્વે મેનેજર શ્રી પરમેશ્વર ફૂંકવાલે જણાવ્યું કે રાષ્ટ્રીય ધ્વજ પ્રતિ આદર તથા દેશપ્રેમની ભાવના રેલ્વે યાત્રીઓમાં વધારવા માટે આ રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યું છે. વર્તમાનમાં રાજકોટ ડિવિઝનના રાજકોટ સ્ટેશન પર સ્મારક રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત છે આની સાથે ડિવિઝનના દ્વારકા, જામનગર તથા મોરબી સ્ટેશનો પર મૉનુમેન્ટલ ફ્લેગ લગાવવાનો કાર્ય પ્રગતિ પર છે.