જિલ્લા પોલીસ વડા મેઘાણી સહિતના ઉચ્ચ અધિકારીઓના ધ્રાંગધ્રામાં પડાવ: ચુસ્ત બંદોબસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને નામચીન પોપટ ભરવાડની હત્યાના ગુનામાં પેરોલ પર રહેલા ઈન્દ્રસિંહ ઝાલાની શુક્રવાર સાંજે કરાયેલી હત્યાને પગલે ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા આ બનાવને પગલે ક્ષત્રીય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને સોમવારે બંધનું એલાન આપવામાં આવતા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી સહિત ઉચ્ચ અધિકારીઓ આજે ધ્રાંગધ્રા ખાતે હાજર રહી જિલ્લાની તમામ બ્રાંચો તથા એસ.આર.પી.ની ત્રણ ટુકડી તૈનાત કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા શહેરની સ્થિતી અતિ ગંભીર ગણાવી શકાય અહી શહેરમાં રહેતા દરેક રહિશો પોતાનો જીવ મુઠ્ઠીમાં રાખીને રહેતા હોય તેવું લાગે છે ત્યારે ચાર વષે પહેલાં થયેલ પોપટ ભરવાડની હત્યાના કેસમા જેલમાંથી પેરોલ પર આવેલા અને બહાર ગામથી ધ્રાગધ્રા તરફ આવતા ઇન્દ્રકુમાર બચુભા ઝાલાની ધ્રાગધ્રા હાઇવે પર પંદર જેટલા ઇસમોએ કરપીણ હત્યા કરી હતી જેથી ફરીથી ધ્રાગધ્રા શહેરમાં અજંપા ભરી સ્થિતી સજાઁઇ હતી હત્યાના પડઘા છેક સુરેન્દ્રનગર સુધી ગુંજ્યા હતા કારણકે ઇન્દ્રકુમારની લાશ સુરેન્દ્રનગર પીએમ માટે ગાંધી હોસ્પીટલમાં હતી ત્યારે પણ મોડીરાત્રે સુરેન્દ્રનગરમાં તોડફોડ તથા આગચંપીના બનાવો બન્યા હતા વળી ઇન્દ્રકુમારની સ્મશાનવિધી માટે ધ્રાંગધ્રા લવાતા ધ્રાગધ્રામા પણ ખુબજ ગંભીર સ્થિતી હોવાનું અનુમાન લગાવાયુ હતું જોકે ઇન્દ્રકુમારની સ્મસાનવિધીનો સમય અતિ સંવેદનશીલ માનવામા આવ્યો હતો પરંતુ શાંતિથી સ્મશાનવિધી પુણઁ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે સ્મશાનવિધી બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ સોમવારે ધ્રાંગધ્રા શહેર સહિત સુરેન્દ્રનગર બંધનું એલાન આપ્યું હતુ ત્યારે આજે સોમવારે અપાયેલ સુરેન્દ્રનગર બંધના એલાનને લોકો સ્વંયભુ પ્રતિસાદ આપશે તેવી આશા પણ વ્યક્તકરાઇ છે જોકે સુરેન્દ્રનગર બંધમાં વધુ ગંભીર સ્થિતી ધ્રાગધ્રા શહેરની ગણાતા આજે લગભગ જીલ્લા પોલીસ વડા પણ ધ્રાગધ્રા શહેરમાં હાજરી આપશે સાથોસાથ જીલ્લાની દરેક એલસીબી,એસજી, પેરોલફ્લોસ્કોડ સહિતની બ્રાન્ચો અનો કેટલાક પોલીસ અધિકારીઓ ધ્રાગધ્રા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પુરો પાડશે જેથી આજે તથા આગામી સમયમાં ફરીથી અઇચ્છનીય વાતાવરણ ઉભું ન થાય અને લોકો રાહત અનુભવી શકે.