ખાનગી વાહનોના ખડકલાથી ટ્રાફિક સમસ્યા જટીલ બની: તાત્કાલીક નિવારણ લાવવા લોકમાંગ ઉઠી
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ બેકાબૂ બન્યાં છે ત્યારે શહેરમાં ઠેરઠેર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ વાહનો પાર્કીંગ કરવામાં આવતા શહેરના રોડ-રસ્તા અડધોઅડધ રોડ ઉપર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ટ્રાફિક શાખા ને સુરેન્દ્રનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે મેન ગેટ ઉપર રીક્ષાઓ તેમજ મોટી માત્રામાં ખાનગી વાહનોનો ખડકલો થવાના કારણે બસ સ્ટેન્ડની અંદર એસટી બસને લાવવા માટે પણ ડ્રાઈવરોને મોટી મુસીબતનો સામનો કરવો પડે છે ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમા કે બહાર એ પણ પોલીસની નોકરી જોવા મળતી નથી ત્યારે બસ સ્ટેન્ડથી ૨૦૦ મીટર દૂર છે ત્યારે ત્યાંજ ટ્રાફિક શાખા આવેલી છે આમ છતાં પણ ટ્રાફિક શાખા આ વાહનોના ખડકલા થતા હોવા છતાં બે ધ્યાન રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે સામાન્ય રીતે ધંધો કરતા લોકોને ટ્રાફિક શાખાના કર્મચારીઓ રોજબરોજ હેરાન કરીને કામ કર્યો હોવાનો સંતોષ માને છે ત્યારે જાહેરની ટ્રાફિક શાખાનો વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે.
શહેરમાં રીક્ષા ચાલકોથી લઈને છકડા વાળા તેમજ ધાંગધ્રા લીમડી ચોટીલા વિરમગામ અમદાવાદ સહિતના સ્ટેન્ડો ઉપર ખાનગી વાહનો બે રોક જ્ઞિંસ રીતે બિન્દાસ પણે પેસેન્જરોની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક શાખા આવવાનો ને કાયદાનો દંડો કે દંડ કે ડી ટેન કરતી નથી જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં પતરાવાળી વજ્ઞયિંહ પાસે તાલુકા શાળા ની પાસે રીક્ષાઓ નો ખડકલો હોય છે ત્યારે પોલીસ તંત્ર અને ટ્રાફિક શાખા આંખ આડા કાન કરીને ટ્રાફિક સમસ્યાને આમંત્રણ આપે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં એન.ટી.એમ નિશાળ ની પાસે એસટી દ્વારા એક પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જ્યાં પણ એસટી ને ઉભા રહે એવો કોઈ વિકલ્પ જ જોવા મળતો નથી પીકઅપ સ્ટેન્ડ ની પાસે જ ખાનગી વાહનો ઉભા કરી દેવામાં આવે છે ત્યારે એસ.ટી.બસ આવ્યો હતો મુસાફરોને બસ માં ચડવું કે ઉતરવું પણ મુશ્કેલ પડે છે ત્યારે એન તે એમ તભવજ્ઞજ્ઞહ ની પાસે ખાનગી વાહનોનો આખો દિવસ ધાંગધ્રા હળવદ અને મોરબી જવા માટેના ખાનગી વાહનોનો મોટી માત્રામાં ખડકલો રહેતો હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ જટિલ બની છે ત્યારે આ વિસ્તારમાં લશહિત સ્કૂલ પણ આવેલી છે ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકના કારણે વિદ્યાર્થીનીઓને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડે છે શાળાના મુખ્ય ગેટ પાસે પણ ખાનગી વાહનોનો મોટી માત્રામાં ખડકલો હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક શાખા ને આ ટ્રાફિક અંગે અને તેને ખસેડવા માટેની લોક તંત્રમાંથી માંગ ઉઠવા પામી છે.