સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા તેમજ કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેરકાયદેસર કબજો કરવાની પ્રવૃત્તિ નાબુદ કરવા લોકસંપર્કનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાનાસુરેન્દ્રનગર, લીંબડી, ધાંગધ્રા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સઓ તથા સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઘાણા અધિકારીઓ સમક્ષ રજુખાત કરવા માટે સમગ્ર જીલ્લા વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં આયોજીત આ લોકસંપર્કના પ્રથમ તબકકામાં અગાઉ સુરેન્દ્રનગર લીબડી ખાતે લોકસંપર્ક કરવામાં આવતા પ્રજા દ્વારા સારો એવો પ્રતિસાદ સાંપડેલ હતો. પીડીત નાગરીકો દ્વારા કરવામાં આવેલ રજુઆત ફરીયાદોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવામાં આવેલ હતું જે મુહિમને આગળ ધપાવવા તેમજ વ્યાજખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરી વ્યાજખોરી સંપુર્ણ નાબુદ કરવા, માથાભારે લુખ્ખા, આવાશ તત્વો દ્વારા શહેરના મારા અને પ્રતિષ્ઠિત નાગરીકોની કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેર-કાટસર કબજો કરી પોતાની ધાક જમાવી, કિંમતી જમીન તથા મિલ્કતો પચાવી પાડવી ખંડણી માંગવી, જેવી અસમાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. આ લોકસંપર્કમાં વ્યાજખોરો સામે ભોગ બનેલા સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને વ્યજખોરીમાંથી મુકત કરાવી વ્યાજખોરીને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે સુરેન્દ્રનગરજીલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે.
જે કોઇ વ્યકિતએ નાણા ધીરપાર મંડળો પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોય; તેમજ મોરગેસ પેટે મોટી કિંમતનો જમીન મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ ચેક અને તેઓને આપેલ નાણા/વ્યાજ ચુકવી આપેલ હોય છતા છેતરપીંડી કે વિષાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજૂઆત કરી શકશે અને તેમની રજુઆતો સાંભળી સંપૂર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે. આ સિવાય માથાભારે તત્વો દ્વારા જમીન તથા મિલ્કતો ઉપર ગેર કાયદેસર કબ્જો કરેલ હોય અને જે કબ્જો ખાલી કરતા ન હોય તેવા પીડીત માણસોને પણ સાંભળવામાં આવશે જેથી આ લોકસંપર્કમાં રજુઆત કરી એક તક પોલીસને આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવે છે.
આગામી શનિવારે સવારે 10 થી ર કલાક સુધી તાલીમ ભવન, એસ.પી કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર,એચ.પી.દોષી મુ.તા સુ.નગર 9978407894 ,આર.બી.દેવધા ધાંગધ્રા- 9978407894, સી.પી.મુંધવા લીંબડી – 9978407896ડી.એમ.ઢોલ સુ.નગર- 9099047518 પોલીસ ક્ધટ્રોલ રૂમ સુરેન્દ્રનગર-02752 282452 પિડીતોને સાંભળશે.