ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં લૂંટ ચલાવતી ઇરાની ગેંગ મહારાષ્ટ્ર પહોચે તે પહેલાં સુરેન્દ્રનગર પોલીસની સતર્કતાથી ઝડપાઇ
રાજકોટ પોલીસે મોકલેલા સીસીટીવી ફૂટેજના આધારે ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ લૂંટનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
જૂનાગઢના સોની વેપારીના રૂ.24.25 લાખનું સોનું અને જામનગરની વૃધ્ધાના રૂ.1.60 લાખના ઘરેણાની લૂંટ ચલાવવાના ગુનામાં ચારને ઝડપી લીધા
જામનગરમાં સોનાની લૂંટ ચલાવી રાજકોટના સિટી ગેસ્ટ હાઉસ પાસે રૂા.24.25 લાખના પાંચ સોનાના બિસ્કીટની લૂંટ ચલાવી ઇરાની ગેંગ મહારાષ્ટ્ર પહોચે તે પહેલાં સુરેન્દ્રનગર પોલીસે ચાર શખ્સોને ઝડપી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં જામનગરની વૃધ્ધાના રૂા.1.60ની લૂંટના સોનાના ઘરેણાની બે શખ્સોએ લૂંટ ચલાવ્યા બાદ રાજકોટ પહોચેલા લૂંટારાઓએ જૂનાગઢના વેપારી સોનું ખરીદ કરી પરત જાય તે પહેલાં કરણસિંહજી સ્કૂલ પાસે આંતરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં લૂંટ ચલાવી બે શખ્સો બાઇક પર ભાગી જતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
જામનગર અને રાજકોટ પોલીસે લૂંટની ઘટના અંગેના સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે મહારાષ્ટ્ર પાસીંગની આઇ-20 કાર શંકા સ્પદ જણાતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે કાર અને તેમાં બેઠેલા ચાર શખ્સોને પોલીસ મથકે લાવ્યા બાદ ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પૂછપરછ કરતા ચારેય શખ્સોએ જામનગર અને રાજકોટ, લીંબડી અને સુરેન્દ્રનગરની લૂંટ અને ઠગાઇના ગુનાની કબુલાત આપી હતી.
કારમાંથી સોનાના પાંચ બિસ્કીટ, સોનાના ઘરેણા, ધાતુની બંગડી, મોટી સંખ્યામાં બુટ-ચપ્પલ અને કપડા મળી આવ્યા હતા. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે રહેતો અને હવેલી ગલીમાં આવેલા પાલા બુલિયનમાં વેપાર કરતા દીપક અશોકભાઇ જોગિયા (ઉ.વ.27) ગુરુવારે બપોરે રાજકોટના સોનીબજારમાં આવેલા તેજલ બુલિયને આવ્યો હતો અને ત્યાંથી રૂ.24.25 લાખના સોનાના પાંચ બિસ્કિટ પેન્ટના ખિસ્સામાં મૂકી ત્યાંથી રવાના થયો હતો.
દીપકે કોઠારિયા નાકાથી બસ સ્ટેશનની રિક્ષા ભાડે કરી હતી અને બપોરે 2.30 વાગ્યે રિક્ષા કરણસિંહજી હાઇસ્કૂલ મેઇન રોડ પર સિટી ગેસ્ટહાઉસ પાસે પહોંચી હતી ત્યારે પાછળથી ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું અને રિક્ષાની આડે ઊભું રાખી બંને શખ્સે ક્રાઇમ બ્રાંચ તરીકે ઓનખ આપી દીપક પાસે રહેલા થેલા અને પેન્ટના ખિસ્સાંની તલાશી શરૂ કરી હતી. ખિસ્સામાંથી સોનાના પાંચ બિસ્કિટ ભરેલું પેકેટ મળતાં બંનેએ તપાસ કરવી પડશે, પોલીસ સ્ટેશને આવો અને રિક્ષાચાલકને આગળ રિક્ષા ચલાવવા કહ્યું હતું. રિક્ષા આગળ ચાલતાં જ બંને શખ્સ બાઇકનો યૂ ટર્ન લીધો હતો અને ફરાર થઇ ગયા હતા. પોલીસના સ્વાંગમાં રૂ.24.25 લાખના સોનાની લૂંટ થતાં દીપકે આ અંગે
લૂંટ અને ઠગાઇમાં સંડોવાયેલી ઇરાની ગેંગના સાગરિતો
સૌરાષ્ટ્રમાં પોલીસના સ્વાંગમાં લૂંટ અને છેતરપિંડી કરતી ઇરાની ગેંગ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહજોર સજ્જાદ હુસેન સૈયદ, લાલા સમીર જફર શેખ, ઘાટકોપરના યુસુફઅલી અઝીઝઅલી શેખ અને મોહસીનઅલી નાસીરઅલી ઝાફરી નામના શખ્સોને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આવી જ ઘટના જામનગરમાં સવારે 11 – વાગ્યે બની હતી. જામનગરમાં આર્યસમાજ મ રોડ 52 માધવબાગ વિસ્તારમાં રહેતા પુષ્પાબેન ઇશ્વરભાઇ કનખરા નામના વૃદ્ધા ચાલીને શાકભાજી લેવા નીકળ્યા હતા અને પવનચક્કી રોડ પર પહોંચ્યા હતા ત્યારે ત્રણ શખ્સ તેમની પાસે ધસી આવ્યા હતા અને આગળ પોલીસનું ચેકિંગ ચાલુ છે, સોનાના દાગીના પહેરવાની મનાઇ છે તેમ કહી પુષ્પાબેને પહેરેલા રૂ.1.60 લાખની કિંમતની સોનાની બંગડી અને ચેઇન ઉતરાવી લીધા હતા અને તે દાગીના કાગળના પડીકામાં રાખવાનો ડહોળ કર્યો હતો, અને તે પડીકું વૃદ્ધાને આપી દીધું હતું, વૃદ્ધાએ ઘરે જઇને પડીકું ખોલતાં અંદરથી ધાતુની બંગડી નીકળી હતી આ અંગે જામગનર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટમાં સોની વેપારીને લૂંટી લેવાની ઘટનામાં પોલીસ હરકતમાં આવી પોલીસે શહેરના જુદા જુદા વિસ્તાના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં બાઇકસવાર બંને લૂંટારુ વાંકાનેર બાઉન્ડરી સુધી દેખાયા હતા અને તેમની સાથે એક આઇ-20 કાર પણ સાથે હોવાના પુરાવા મળ્યા હતા. રાજકોટ પોલીસે કાર, બાઇક અને લૂંટારુના ફોટા રાજ્યભરની પોલીસને મોકલ્યા હતા, દરમિયાન રાત્રે નવેક વાગ્યે શંકાસ્પદ આઈ-20 કાર પસાર 1 થતાં સુરેન્દ્રનગર એ.ડિવિઝન પોલીસે તે કારને અટકાવી હતી અને કારમાં બેઠેલા ચાર 1 શખ્સની તલાશી લેતા તેની પાસેથી રાજકોટ મ અને જામનગરમાંથી થયેલી લૂંટનો સોનાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલા ચારેય લૂંટારુઓ મહારાષ્ટ્રીયન છે, આ ગેંગે રાજકોટ ,જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને લીંબડીમાં પણ લૂંટ ચલાવ્યાની કબલાત આપી હતી.
સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. એચ.પી. દોશીની કુનેહથી ઇરાની ગેંગને પકડવામાં મળી સફળતા
ચારેય શખ્સોએ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને લીંબડીમાં લૂંટ અને ઠગાઇ કર્યાની કબુલાત
રાજકોટ અને જામનગરમાં લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલી મહારાષ્ટ્રની ઇરાની ગેંગને સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. એચ.પી.દોશીની આવી કુન્હેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. ચારેય શખ્સોએ રાજકોટ અને જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને લીંબડીમાં પણ ગુના આચર્યાની કબુલાત આપી છે. સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે મહારાષ્ટ્ર પાસીંગની કાર શંકા સ્પદ જણાતા સુરેન્દ્રનગર એ ડિવિઝન પી.આઇ. વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે કારમાં બેઠેલા ચારેય શખ્સોની અટકાયત કર્યા બાદ કારની તલાસી લેતા તેમાથી સોનાના પાંચ બિસ્કીટ, સોનાના ઘરેણા, ધાતુની બંગડી, બુટ-ચપ્પલ અને તાત્કાલિક બદલી શકાય તેવા કપડા મળી આવ્યા હતા. ડીવાય.એસ.પી. એચ.પી.દોશીએ ચારેય શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા રાજકોટ અને જામનગરની લૂંટ ઉપરાંત તાજેતરમાં જ સુરેન્દ્રનગરના વાદીપરા એસબીઆઇ બેન્ક પાસે વૃધ્ધાની નજર ચુકવી રૂા.69 હજાર સેરવી લીધાની અને લીંબડીની કોર્પોરેશન બેન્ક પાસે એક વ્યક્તિની નજર ચુકવી રૂા.2 લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. ચારેય શખ્સોએ ગત વર્ષે જામનગરની એક વૃધ્ધાને બેન્કમાં પૈસા જમા કરાવવા મદદ કરવાના બહાને રૂા.60 હજાર સેરવી લીધાની કબુલાત આપી છે. ઇરાની ગેંગના ચારેય શખ્સો પોલીસ અધિકારીની ઓળખ આપી મોટી ઉમરની વ્યક્તિઓને નિશાન બનાવતી છેતરપિંડી કરવાની ટેવ હોવાનું અને વધુ ગુનામાં સંડોવાયાની શંકા સાથે ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.