રેન્જ આઇજી સંદીપસિંહ, એસ.પી. હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી. દોશી એ ગણતરીના દિવસમાં ભેદ ઉકેલ્યા
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર ભુંડ પકડવાના પ્રશ્ર્ને બે ગેંગ વચ્ચ થયેલી સરાજાહેર શસ્ત્ર અથડામણ અને કાર નીચે કચડી હત્યાની કોશિષના કરાયેલા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સો ની રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંહ, એસ.પી. હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. એ ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.ઘટના સ્થળે લઇ જઇ સરભરા કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા માં કાલે 80 ફૂટ રોડ પર જાહેર માં ભૂંડ પકડવા મામલે બે ગેગ દ્વારા મારમારી કરવા માં આવી હતી.જાહેર માં તરીક્ષણ હથિયાર થી સામસામે હુમલો કરવા માં આવ્યો હતો અને આ વિડિઓ સોશિયલ મીડિયા માં વાઇરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ત્યારે આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપી ની અટકાયત કરવા માં આવી છે.અને કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.
જો કે આ જગડો ભૂંડ પકડવા મામલે થયો હતો.ત્યારે 3 ઈસમો ને ઇજાઓ પણ પહોંચી હતી ત્યારે આ મામલે હુમલા ખોરો ની અટકાયત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દવારા કરવા માં આવી છે.અને આજે આ આરોપીઓ ને કાયદા નું ભાન કરાવવા માં આવ્યું છે.
જાહેર માં 80 ફૂટ રોડ પર ઉઠક બેઠક કરાવવા માં આવી છે.અને ત્યાર બાદ કાયદા નું ભાન લોકો સમક્ષ કરાવવા માં આવ્યું છે.અને જિલ્લા માં કાયદો અને વેવસ્થા સુધરે તેવા પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવા માં આવ્યા છે.
ભુંડ પકડવા બાબતે બે ટીમ વચ્ચે મારામારી અને કાર હેઠળ કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા 80 ફુટ રોડ ઉપર ખુલ્લામાં હથિયારો લઈ અને એકા બીજા ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસના મામલે પાંચ ઇસમોને દબોચી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એસી ફૂટના રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું છે અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં આ આરોપીઓની ઉઠક બેઠક કરાવી અને આ અંગે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે જાહેરમાં તલવારો જેવા હથિયારો સાથે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો ત્રણ લોકોને ઇજાઓ પહોંચી છે અને કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે 307 એટલે કે હત્યાની કોશિશ કરવા અંગેની કલમો લગાવી અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આજ મામલે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને પાંચમો ની અટકાયત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે હાથ ધરી છે ત્યારે આ મામલે ગામની દિવસોમાં પણ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથાઓનાર કોઈને સાખી લેવામાં નહીં આવે તે અંગેની સૂચના પણ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી એ આપી છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમડી ચૌધરી તથા સ્થાનિક પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને સબક શીખવવામાં આવ્યો છે.