સુરેન્દ્રનગરમાં માલવણ નજીક ગેડીયા ગામે ગત રાત્રે મોસ્ટ વોંટેન્ડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો જતમલેક અને તેના પુત્ર મદીમ ખાનના થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં આજ રોજ પોલીસે આ મામલે ખુલાસા કર્યા હતા. જેમાં PSI વી.એન જાડેજાએ જણાવ્યુ હતું કે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં બંને આરોપી ઠાર થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બજાણાં પોલીસ સ્ટેશનના PSI વી.એન. જાડેજા અને તેમની ટિમે ગઈ કાલે રાત્રિના પાટડી તાલુકાનું ગેડીયા ગામે 2 મોસ્ટ વોન્ટેડ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરતાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર મામલે બજાણાં પોલીસ સ્ટેશનના PSI વી.એન. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગત તારીખ 6 નવેમ્બરના રોજ પોલીસને બાતમી મળી હતી કે ગેડીયા ગામે રહેતો અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અને હાઈવે ચોરી તથા લૂંટ તેમજ શરીર સબંધી 86 ગુનાઓમાં શામેલ અને 59 જેટલા ગુનાઓમાં વોન્ટેડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો જતમલેક પોતાના ઘરે આવ્યો હતો. જે બાતમીના આધારે 6 પોલીસ કર્મીઓની ટિમ રાત્રિના 8 વાગ્યે દરોડા પાડવા પહોંચી હતી.
તે દરમિયાન આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો પોતાના ઘરની બહાર જ મળી આવ્યો હતો. જેને પકડવા જતાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નાએ પોલીસ પર પોતાની પાસે રહેલા હથિયાર માંથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેના વળતાં પ્રહારમાં બજાણાં પોલીસ સ્ટેશનની ટીમે સામે ફાયરિંગ કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્ના પર પોલીસે ફાયરિંગ કરતાં તેના પુત્રએ મદિમ ખાને PSI વી.એન.જાડેજા પર લોખંડ ધારીયાથી હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરતાં વોન્ટેડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેનો પુત્ર ઠાર માર્યા ગયા હતા. પોલીસે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પોસ્મોટ્મની પરક્રિયા શરૂ કરી હતી.
હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કર્મીઓની યાદી:
PSIવી.એન.જાડેજા બજાણા પો.સ્ટે. (ર) HC રાજેશભાઇ જીવણભાઇ મીઠાપરા (૩) લોકરક્ષક શૈલેષભાઇ પ્રહલાદભાઇ કઠેવાડીયા (૪) PC કીરીટભાઇ ગણેશભાઇ સોલંકી (૫) PC દિગ્વીજયસિંહ અજીતસિંહ ઝાલા (૬) PC પ્રહલાદભાઇ પ્રભુભાઇ ચરમટા (૭) PC મનુભાઇ ગોવીંદભાઇ ફતેપરા
આરોપી અને તેની ગેંગ સામે નોંધાયેલા ગુના
આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્ના ઉપર કુલ ૮૬ ગુનાઓ દાખલ છે જેમાં તે કુલ ૫૯ ગુનાઓમાં ફરાર છે તેમજ અગાઉના પોલીસ ઉપર જીવલેણ હૂમલાના બે ગુનાઓમાં પણ ફરાર છે. તેમજ આરોપી હનીફ ખાનની પત્ની બિલ્કીશબેન ઉર્ફે બિલુ વિરૂધ્ધ પણ ગુજસીટોક સહિત કુલ ૬ ગુનાઓમાં સંડોવાયેલ છે તેઓ હાલે ઘણા લાંબા સમયથી સાબરમતી જેલમાં છે.
આરોપી હનીફ ખાનનો સગો ભાઈ રશીદખાન અમીરખાન જતમલેક પણ ખૂન અને પોલીસ ઉપર હૂમલાના ગુનામાં સંડોવાયેલ છે તે પણ હાલ ગુજસીટોક ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમા છે. તેમજ આરોપીનો સગો સાળો વસીમખાન બિસ્મીલ્લાખાન જતમલેક જે હાલ ગેડીયા તાલુકાના પાટડી ગામનો રહેવાસી છે તે પણ ગુજસીટોક તથા ખૂનના કેસમાં ઘણાં સમયથી સાબરમતી જેલમાં છે. આરોપીના અન્ય મામાજીના દિકરા હજરતખાન અનવરખાન જતમલેક ઉપર પણ કુલ ૮૦ ગુનાઓ દાખલ છે. તેઓ પણ હાલ ગુજસીટોક તેમજ અન્ય ગુનાઓમાં ઘણાં સમયથી સાબરમતી જેલમાં છે.