વૃઘ્ધ અશકત બુજર્ગોના રજુઆતો માટે ‘ધરમ ધકકા’
સુરેન્દ્રનગર જિલ્લાના 800 થી વધુ વૃદ્ધોનું અચાનક પેન્શન બંધ થઈ ગયું છે સરકાર દ્વારા વૃદ્ધો પોતાનું સામાન્ય જીવન ધોરણ ગુજારી શકે તે માટે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય પેન્શન અંતર્ગત એક વૃદ્ધને દર મહિને 1,200 ની સહાય પેટે પેન્શન ચૂકવવામાં આવતું હોય છે ખાસ કરીને બીપીએલ કાર્ડ તેમજ જે વૃદ્ધોને છોકરાઓ તેમજ ઘર ની પરિસ્થિતિ સામાન્ય હોય તેવા વૃદ્ધોને સરકાર દ્વારા દર મહિને 1,200 ની સહાય પેન્શન પેટે ચૂકવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આશરે 8 હજારથી વધુ વૃદ્ધોને દર મહિને ₹1200 નું પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં આવી રહ્યું છે.
ત્યારે હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં આવેલ સમાજ સુરક્ષા ની ઓફિસમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય પેન્શનની કોઈ પણ ફરિયાદ હોય તો તે વૃદ્ધો કરી શકે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 800 થી વધુ વૃદ્ધોનું અચાનક પેન્શન બંધ થઈ ગયું છે સરકાર દ્વારા જે 1200 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવતા હતા તે બંધ થઈ જતા વૃદ્ધોનું સામાન્ય જે ખર્ચ માટેના પૈસા હોય છે તે આ પેન્શન ઉપર આધારિત હોય છે પરંતુ પેન્શન જ બંધ થઈ જતા વૃદ્ધોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે એક સાથે 800 જેટલા વૃદ્ધોના પેન્શન બંધ થઈ જતા ચર્ચા ફેલાયો છે ત્યારે આ મામલે રોજના વીસથી વધુ વૃદ્ધો સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં રજૂઆત માટે પહોંચે છે ત્યારે આ અંગે જિલ્લા કલેકટરને તેમજ લાગતા વળગતા અધિકારીઓને વૃદ્ધો દ્વારા રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે પેન્શન શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ચાલુ મહિને 800થી વધુ વૃદ્ધોના પેન્શન બંધ થઈ ચૂક્યા છે એટલે જે સરકારી સહાય આવતી હતી તે પણ બંધ થઈ ચૂકી છે.
ત્યારે દર મહિને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાયના પેન્શન બંધ થઈ જતા અંદાજિત દસ લાખથી વધુ ની રકમ પણ સરકાર દ્વારા ચાલુ મહિને વૃદ્ધોને ચૂકવવામાં આવી નથી આ પેન્શન જ બંધ થઈ જતા જે વૃદ્ધો પેન્શન ઉપર જીવતા હોય તેમની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે આ મામલે જિલ્લા ની કલેકટર કચેરીમાં આવેલી સમાજ સુરક્ષા શાખાની ઓફિસમાં રોજના 20 થી વધુ પેન્શન અંગેની રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે.
તાત્કાલિક પણે બંધ થયેલા વૃદ્ધોના પેન્શન શરૂ કરાવી આપવામાં આવે તેવી માંગ
આશરે છ મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં 700 જેટલા વૃદ્ધ સહાયક ના પેન્શન બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી વધુ 800 જેટલા પેન્શન ધારકો પેન્શન બંધ કરી દેવામાં આવ્યા છે ટેન્શન બંધ થતા વૃદ્ધોનું ટેન્શન વધ્યું છે કારણ કે હાથ ખર્ચી આ સરકાર દ્વારા રૂપિયા 1,200 દર મહિને ચૂકવવામાં આવતા હોય તેમાંથી આવા વૃદ્ધો પોતાના ખર્ચ ના પૈસા કાઢતા હોય છે ત્યારે હવે તાત્કાલિક ધોરણે બંધ થયેલા વૃદ્ધોના પેન્શન શરૂ કરાવી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ત્યારે આ અંગે સમાજ સુરક્ષા શાખા અને ઉપલા અધિકારીઓના સંકલન હેઠળ બંધ થયેલા પેન્શન ધારકો ના તાત્કાલિક પણે પેન્શન શરૂ કરાવી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.