ભાવ નીચા જતાં ખેડૂતો-વેપારીઓને આર્થિક નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડ એટલે કોટનનું હબ ગણવામાં આવતું હતું ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઝાલાવાડની અંદર કપાસ ક્ષેત્રમાં ભારે મંદીનું મોજુ ફરી વળ્યું છે. આ મંદિની મોકાણમાં વ્યાપાર ધંધાને ભારે અસર થઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લો કોટન હબ હોવા છતાં ૪૦ માંથી ૨૪ જિનિંગ બંધ છે. આથી હજારો લોકો બેકાર થાય તેવો ભય ઊભો થયો છે કપાસ નિકાસ ઓછી થતાં આ સ્થિતિ સર્જાય હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે હબ ગણાતા ઝાલાવાડમાં સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું પરંતુ સતત વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઉત્પાદન અને ગુણવત્તા અને ભારે અસર થઈ હતી હાલ કોટન માર્કેટ મુજબ એકમનો ભાવ રૂપિયા હજારની આસપાસ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦ દર વર્ષે ધમધમતા હતા જેમાં હજારો લોકો રોજગારી મેળવતા હતા પરંતુ ૨૪ જિનિંગ બંધ થતા મજૂરોની મળતી મજૂરી બંધ થઈ ગઈ છે જ્યારે વર્લ્ડ માર્કેટોમાં કોટનના ભાવ નીચા જતા વેપારીઓ પણ આર્થિક નુકસાન થાય તેવો ભય વ્યક્ત કરી રહ્યા છે ઝાલાવાડમાં ગત વર્ષે ૭૫૦૦૦ કોટન ગાંસડી ખરીદી કરી નિકાસ થઈ હતી પરંતુ વર્લ્ડ માર્કેટમાં કોટન ગાંસડીના ભાવ નીચા હોવાથી આ વર્ષે દસથી પંદર હજાર ગાંસડીની ખરીદી થઈ છે.
આ વર્ષે ૩૫ હજાર ગાંસડી ઓછી નિકાસ થાય તેવી ધારણા હાલમાં વ્યક્ત થઈ રહી છે કપાસ ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું પરંતુ ભારે વરસાદે ગુણવત્તા બગાડી છે આથી કપાસ ઉત્પાદનની આવકમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તેની અસર ઝાલાવાડની ખેતી અર્થતંત્ર પર સીધી પડી રહી છે હાલમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોટન હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસમાં ગુણવત્તા ન મળવાના કારણે હાલમાં ૨૪ જેટલા જીની બંધ થઈ ગઇ છે જ્યારે ૧૬ હાલમાં ચાલુ છે.