ધર્મ પ્રતીક્રમણ સામે ભભૂકતો રોષ: વિશાળ સંખ્યામાં જૈન શ્રેષ્ઠીઓએ રેલી યોજી કર્યો વિરોધ
ભાવનગર જિલ્લાના પાલીતાણા ગિરિરાજ પર્વત પર સીસીટીવીના થાંભલાની તોડફોડ કરાઈ છે. શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
ગિરિરાજ પર્વત પર સુરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ પોલ હટાવવામા આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે.
પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં ઈંૠ, જઙ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે.
શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા.
જૈન સમાજના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર ખાતે વિશાળ રેલી યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગરના દેવ દર્શન ફ્લેટ ખાતે જૈન સમાજ એકત્રિત થયો છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ન્યાયની માંગણી કરવામાં આવી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ધંધા રોજગારો જૈન અગ્રણીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે અને તપાસ કરી અને યોગ્ય ન્યાય કરવાની માંગણી કરાઈ છે રેલી યોજવામાં આવી છે જેમાં જૈન સમાજના અગ્રણીઓ ઉપરાંત આગેવાનો પણ જોડાયા હતા.