સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે સરકાર નવી નવી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં કોરોના સંક્રમણ ઘડવાના પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.અને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે પણ ટેલિફોનિક રીતે પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જીલ્લામાં બે કોંગ્રેસના ધારાસભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે બાકાત કરવામાં આવતા હાલમાં આ વિવાદ ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી તથા ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને જે કલેકટર કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ ન આપવામાં આવતાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આજે વહેલી સવારે ઓનલાઇન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના ભાજપના આગેવાનોને અને હોદ્દેદારો અને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોને પણ આમંત્રણ માંથી પણ બાકાત કરવામાં આવતા હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાનું રાજકારણ ગરમાઈ જવા પામ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.