સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી માથી લોકોને રાહત મળી છે.આમ તો દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 જૂનથી વરસાદનું આગમન થઇ જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે આઠ દિવસ પહેલા ચોમાસું બેસી ગયુ છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અનેક જિલ્લામાં મંગળવારે વરસાદ તૂટી પડ્યો હતો. લોકોમાં ખુશી નો માહોલ હતો ત્યારે આ વરસાદ આફત બનીને આવ્યો. ત્યારે સુરેન્દ્રનગર ના ભરાડા ગામે વીજળી પડતા યુવકનું મોત તેમજ બે યુવકો ગંભીર રીતે દાજયા
સુરેન્દ્રનગર ના ભરાડા ગામે વીજળી પડતા યુવકનું મોત થતાં,તેની ડેડબોડીને પી.એમ.માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે. અન્ય દાઝેલા 2 યુવક ને શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં વીજળી પડવાના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા ચુક્યા છે.