સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીનાઓએ હાલ ચાલુ આઈપીએલ ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જેથી એલસીબી પોલીસ ઈન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.ડી.ગોહિલ તથા હેડ કોન્સ.ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પ્રતાપસિંહ પરમાર તથા પો.કોન્સ.જયરાજસિંહ ખેર તથા મોહસીનભાઈ કચોટ તથા ધવલભાઈ પટેલ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સાથેના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ધવલભાઈ પટેલનાઓને ખાનગી બાતમી મળેલ કે ચાલુ અલ્ટ્રો ગાડીમાં એક ઈસમ આઈપીએલ ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે ચોટીલા, ચાર રસ્તા ખાતે વોચમાં હતા તે દરમ્યાન સિલ્વર કલરની અલ્ટ્રો ગાડી રજી.નંબર જી.જે.૧૩ સીસી ૨૬૭૭ વાળીમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમ જયેશભાઈ પ્રવિણચંદ્ર મહેતા રહે.સુરેન્દ્રનગર, જવાહર ચોક વાળાને પકડી પાડી તેના કબજામાંથી ક્રિકેટ મેચના સટ્ટાના જુગારમાં વપરાયેલ મોબાઈલ નંગ-૪ કિં રૂ.૬૫૦૦ તથા રોકડા રૂ૫૬૦૦ તથા ગાડી કિં.રૂ ૭૦,૦૦૦ મળી કુલ રૂ.૮૨,૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com