વિદ્યાર્થીઓના હિતમાં રાજયની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા અંગેના નિર્ણય પર ફેર વિચારણા કરવા સુરેન્દ્રનગર એનએસયુઆઇએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ અનેક મુદાઓ પર યોગ્ય નિર્ણય કરવા માંગ ઉઠાવી છે. વિવિધ મુદ્દાઓ જેવા કે વિદ્યાર્થીઓની બુક્સ હોસ્ટેલમાં છે અને વિદ્યાર્થીઓ ઘરે છે તો વિદ્યાર્થીઓ વાચન શેમાંથી કરી શકે?
સુપર વાઇઝરને કોરોના હશે અને વિદ્યાર્થીને થશે તો જવાબદારી કોની? દરેક જિલ્લામાં કલમ-૧૪૪ લાગું પાડવામાં આવેલ છે. જો વિદ્યાર્થીઓ એકઠાં થશે તો કલમ-૧૭૭નો ભંગ થશે,
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં તેમજ રૂમ ભાડે રાખીને રહેતા હોય છે તો એક રૂમમાં ૩ વિદ્યાર્થીઓ હોય છે તો ત્યાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કેવી રીતે થશે??, પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાથી તેમજ અન્ય જિલ્લાઓમાથી વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે રાજય સરકારે કોરોનાના ટેસ્ટ પણ ઘટાડી દીધાં છે ત્યારે કયાં વિદ્યાર્થીને કોરોના હોય શકે તેની કઇ રીત ખબર પડે? જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ફરીથી યોગ્ય વિચારણ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી એનએસયુઆઇ સુરેન્દ્રનગરે માંગ ઉઠાવી છે.