એક સપ્તાહ પૂર્વે પાડેલા દરોડામાં રૂ. 17.81 લાખના ડ્રગ્સ પકડાયું તું

એસ.ઓ.જી. પી.આઇ. એસ.એમ. જાડેજા સહિતના સ્ટાફની તપાસમાં અનેક ખુલાસા: ઝડપાયેલા બન્ને શખ્સો આઠ દિવસના રિમાન્ડ પર

સુરેન્દ્રનગરમાં ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ અને અંકિત વિષ્ણુરામ બિશ્નોઇની અને  કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ.17.81 લાખનું ડ્રગ્સ મળી આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો.  તપાસ કરનાર એસઓજી પીઆઇ એસ.એન.જાડેજા અને ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓને ભાડે ફ્લેટ ચોકડીના મહાવિરસિંહ સિંધવે મિત્ર મારફતે અપાવ્યો હોવાનું બહાર આવ્યું હતુંસુરેન્દ્રનગરના શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ચુડાના ચોકડી ગામનો મહાવીરસિંહ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ આપતો હોવાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગર જઘૠએ ચોકડી ગામના યુવક મહાવીરસિંહ સિંધવની કરી અટકાયત કરી છે.

શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી 176 ગ્રામ ડ્રગ્સ સાથે લોરેન્સ ગેંગના 3 સાથી ઝડપાયા હતા. સુરેન્દ્રનગરથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા બે આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત

ઝડપાયેલા 3 પૈકીના બે આરોપીઓ અક્ષય ડેલુ અને વિષ્ણૂરામ કોકડ બિશ્નોઇ ગેંગના સાગરીત છે અને તેઓ લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા. આ બંને તેમની પર રાજસ્થાન સરકારે 25 હજારનું ઇનામ પણ જાહેર કરેલુ છે. રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ પણ છે. જ્યારે ત્રીજો આરોપી વિક્રમસિંહ જાડેજા કચ્છનો હોવાની માહિતી સામે આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં મહાવીરસિંહ સિંધે પોતાના મિત્ર મેરૂ જે ચાની કીટલી ચલાવે છે તેને ફ્લેટ ભાડે લેવાની વાત કરી હતી. જ્યાં મેડિકલમાં અભ્યાસ કરતો રૂચીત પણ આવતો હતો. આથી રૂચીત મેડિકલમાં અભ્યાસ કરતો હોય રહેવા માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો. જ્યાં મહાવિરસિંહ સિંધવ પણ આવ્યો હતો. ડ્રગ્સ પણ તે જ લાવ્યો હોવાની આશંકા છે. જ્યારે વિક્રમસિંહ જાડેજા પેરોલ જંપ કરીને દોઢ માસ સુધી કચ્છમાં જુદા જુદા સ્થળે સંતાતો ફરતો હતો.

બાદમાં તે ચુડા તાલુકાના કોરડા ગામમાં મિત્રને ત્યા રોકાયો હતો. પરંતુ કોરડામાં માથાકુટ થતા પોલીસની અવર જવર વધી હતી આથી પકડાઇ જવાના ડરથી તે કોરડા મુકીને બિશ્નોઇ ગેંગ સાથે રહેવા માટે આવી ગયો હતો. પોલીસે મહાવિરસિંહ બિશ્નોઇ ગેંગ સાથે કેવી રીતે સંપર્ક થયા આ કેસમાં વધુ કોણ સંડોવાયેલું છે. મહાવીરસિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.