સુરેન્દ્રનગર જીલ્લા સહિત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાઓમાં
રાત્રી દરમિયાન ચોરી લુટ કરતી ગેંગ અમરેલી પોલીસે ઝડપી લીધી

સુરેન્દ્રનગર જિલ્લા સહિત  ભાવનગર અમરેલી,ગીરી સોમનાથ જેવા જીલાઓમાં રાત્રી દરમ્યાન ચોરી લુટ કરતી ગેંગ અમરેલી પોલીસે ઝડપી પાડી છે. આઈજી અશોક યાદવએ પ્રેસ કોન્ફરન્સ કરીને લેડી ડોન સાથે ૯ લોકોની ધરપકડ સાથે વિગત પૂરી પાડી હતી. આ ગેંગ રેકી કરીને રાત્રે નીકળતી અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતી જે ગુન્હાને અંજામ આપ્યા બાદ ૫૦ સળ પછી ફોન શરુ કરતી હતી. આ ગેંગે ૬ લુટ માટે ૭ હત્યાઓ કરી છે. ખાલી લૂંટ ૫ અને ચોરી ૪ કરેલી છે. જેં મુદામાલ સોના ચાંદીના દાગીના આશરે ૭થી ૮ લાખના પણ પોલીસે કબજે લીધા છે પોલીસે દરેકની ધરપકડ કરી પુછ્તાછ શરુ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલા લુટ અને ચોરીના ગુનાહો ઘણા અનડિટેકટ હતા. ત્યારે સુરેન્દ્રનગર બનેલા બનાવને પગલે અમરેલી પોલીસ દ્વારા આઈજીની સુચનાથી શોધખોળ શરુ કરવામાં આવી હતી.

મળી આવ્યા ભાવનગર જિલ્લાના દેવીપુજક પરિવારના ૯ સભ્યો કે જે રાત્રે નીકળીને રેકી કરતા હતા. અને બાદમાં ગુન્હાને અંજામ આપતા હતા. ૯ ગેંગની ટોળકી રાત્રે લુટ માટે નીકળતી અને પહેલા હત્યા કરવાનો ઈરાદો રાખતી હતી. ગુનાહને અંજામ આપવામાં દેવીપુજક દંપતી મોખરે છે.

આ દંપતી બોટાદના લાઠીદડ ગામે ઝુપડપટ્ટીમાં રહે છે. ચંદુભાઈ જીલીયા અને તેમની પત્ની લેડી ડોન ઉજીબેન ઉર્ફે બાવલી ગુન્હો ક્યાં કરવો તે નક્કી કરતા હતા ગુન્હા કરવાના સ્થળથી ૫૦ સળ પહેલા ફોન સ્વીચ ઓફ કરવામાં આવતો અને ૯ સભ્યો ગુન્હાની રેકી કરેલા સ્થળ પર પહોંચીને લુટને અંજામ આપતા હતા.

ખાસ કરીને વાડી વિસ્તારમાં આ ગેંગ જતી હતી અને જે તે વાડી વિસ્તારના રહેણાકી ઘરમાં ઘૂસીને લેડી ડોન પુરુષના કપડામાં અને તેના સભ્યો લાકડી ધોકા અને તીક્ષણ હથિયાર વડે મકાનમાં રહેતા લોકોને માર મારતા અને જરૂર પડ્યે રહેસી નાખતા હતા.

આ ગેંગે ૬ લૂટના બનાવમાં ૭ હત્યાઓ કરેલી છે. અત્યંત ખુખાર ગેંગના સભ્યોને પોલીસે ઝડપી લીધ છે. થીરાન સાઉથની ફીલની જેવી આ ગેંગ પાસેથી ૭થી ૮ લાખ સોના ચાંદીના દાગીનાઓ કબજે લેવામાં આવ્યા છે. નિર્દયતાથી થીરાન ફિલ્મની જેમ રહેસી નાખતા ગેન્ગના સભ્યોને ઝડપીને પોલીસે વધુ પુછતાછ કરી છે. કારણ કે આ ગેંગ માત્ર ભાવનગર નહી પણ સુરેન્દ્ર નગર,અમદાવાદ ગ્રામ્ય,અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગુન્હાઓ આચરી ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.