સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવાર થીજ વરસાદ નો સારો એવો પ્રારંભ થઇ ગયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં આજ સવાર થી સારા વરસાદ ના કારણે ખેતી માં ખેડૂતો ને ફાયદો થયો છે. ત્યારે જગતનો તાત ધીમા વરસાદ ના કારણે ખુશ છે.
ત્યારે જિલ્લામાં સાર્વત્રિક થાન અને ચોટીલા પંથક માં વરસાદ ના કારણે જિલ્લામાં આવેલ જરીયા મહાદેવ ના મંદિર પર પાણી નો ધોધ વરસ્યો હતો. ત્યારે જિલ્લા ની ડેમો ની સપાટી નવા પાણી ના કારણે ઉંચી આવી હતી.ત્યારે સુરેન્દ્રનગર ધોળી ધજા ની સપાટી 14.50 ફૂટ અને નાયકા ની સપાટી 9.30 ફૂટે પહોંચી છે.
ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ શરૂ છે.ત્યારે જીલ્લાનાં તમામ નાના મોટા તળાવો અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે જીલ્લા માં આજ સવાર થી વરસાદ ના કારણે ખેતી ને ખુબ લાભદાયી સાબિત થઈ રહ્યો છે.ત્યારે જીલ્લા નાં ચોટીલા મુલી થાન વઢવાણ લીંબડી પંથક મા બારે મેઘ ખાંગા થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ વરસાદી વાતાવરણ સવાર થી જ છે.ત્યારે જીલ્લા નાં ત્રણ થી વધારે ચોટીલા થાન વઢવાણ તાલુકાના અનેક ગામડાઓ માં 2 ઇચ થી વધુ વરસાદ નોંધાયો છે.ત્યારે સુરે્દ્રનગર જીલ્લા ની એસટી દ્વારા બાર નાં ડેપો ની અનેક બસો ઉપરવાસ વરસાદ ના કારણે ન આવતા મુસાફરો સુરેન્દ્રનગર જિલ્લામાં અટવાયા હતા.ત્યારે પેસેન્જર ને ભારે હલકી નો સામનો કરવો પડ્યો હતો.