અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર ની ડિસટીક કોર્ટ ખાતે ફરિયાદ દાખલ કરી અને સરકારી વકીલ દ્વારા આ કેસ લડવા આવતો હતો અને સતત પાંચ વર્ષ સુધી આ કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે બાળકી મંદ બુદ્ધિ હોય અને તેની સાથે આ આ પ્રકારનું કૃત્ય થયું હોવાના પગલે કોર્ટ મા જ સ્પેશિયલ વન રેબલ વિટનેસ રૂમ બનાવીને ઢીંગલી બતાવી અને બાળકીની સાંકેતિક ભાષામાં જુબાની લેવામાં આવી હતી. ત્યારે આ મામલે ડિસટીક કોર્ટના મુખ્ય જજ દ્વારા બાળકી સાથે અપહરણ સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં 10 વર્ષ ની અપહરણ ની કેદ દુષ્કર્મ મામલે પણ 10 વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડ આરોપીને ફટકારવામાં આવ્યો છે અને મંદબુદ્ધિ બાળકી સાથે થયેલા આ બનાવના બાબલે નરાધમ ને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મંધબુધ્ધિ બાળકીની વન હેઠળ વિટનેશ રૂમમાં સાંક્રેતિક ભાષામાં આપી જુબાની
એમ.પી.સભાણી જિલ્લા સરકારી વકીલ સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા કેસ લડવામાં આવ્યો હતો સતત પાંચ વર્ષ સુધી આ કેસ લડ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ ચુકાદો એટલા માટે ગણવામાં આવી રહ્યો છે કારણકે મંદબુદ્ધિની બાળકી સાથે અપહરણ કરી અને નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને બાળકી છે તેના પાસેથી ફોરેન્સિક પુરાવા આવો અને વિટનેશ રૂમમાં ઢીંગલી બતાવી અને સાંકેતિક ભાષામાં જે જુબાની લેવામાં આવી છે તે કોર્ટે કબૂલ રાખી છે અને આ મામલે ચુકાદો આપી અને નરાધમ ને જેલ હવાલે કરવામાં આવ્યો છે