‘સામુ કેમ જોવે છે?’ કહિ સાત શખ્સો યુવાનને જબરદસ્તી હોસ્પિટલ પાછળ ખેંચી ગયા: માર માર્યાનો વીડિયો પણ વાયરલ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડથી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને સામાન્ય બાબતે ઝઘડા થતા હોય તેવા બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ની જ્યાં બિલ્ડીંગ આવેલી છે ત્યાં પાછળના ભાગે સાત જેટલા શખ્સો દ્વારા યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અને યુવકને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવે છે.
ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના પાછળના ભાગે સમીરભાઈ મામાણીને સાત જેટલા શખ્સો દ્વારા લઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. હુમલા સમયે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે 2:30 કલાકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થા ના જાહેરમાં લીરા ઉડ્યા છે કારણ કે ગાંધી હોસ્પિટલમાં અંદર લઈ જઈને જ યુવકને માર મારવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે 7 જેટલા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં દીપક વાણીયા રમેશ પારગી દર્શન રાઠોડ અને જીગ્નેશ રાઠોડ અને અન્ય ત્રણ યુવકોએ માર માર્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે સામું કેમ જોઈએ છે અને અન્ય થોડી બોલાચાલી બાદ યુવકને ગાંધી હોસ્પિટલ પાછળના ભાગે જબરજસ્તીથી લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના ઉપર હુમલો કરવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે આ મામલે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે પથ્થરના ઘા મોઢા ઉપર મારવામાં આવ્યા છે
અને આ ઉપરાંત ધોકા તેમજ અન્ય બોથળ પદાર્થનો ઉપયોગ કરી અને યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે.