સુરેન્દ્રનગરમાં પાલિકાની ઝુંબેશનો જબ્બર વિરોધ : પાલિકાએ દુકાનોના ઓટલા તોડ્યા તો વેપારીઓ રોડ પર બેસી ગયા …
વેપારીઓના ૮૦ થી વધુ પાક્કા ઓટલા તોડી નાખતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવિયો. જો આગામી દિવસોમાંમા ન્યાય નહિ મળે તો સુરેન્દ્રનગર બંધ નું એલાન વેપારીઓ દ્વારા આપવા ની ચીમકી આપવામા આવી.
સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા ૧૦ દિવસ થી નવા આવેલા ચીફ ઑફિસર દ્વારા દબાણ હટાવવા નું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક વિસ્તારો મા દબાણો દૂર કરવા મા આવીયા છે.
ત્યારે સુરેન્દ્રનગર નો ભરચક વિસ્તારમાં અને વેપાર નો હબ ગણવા મા આવતો વિસ્તાર વિઠલ પ્રેસ રોડ ઉપર દબાણ હટાવવા ની કામગીરી સરું કરવા મા આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વીથલ પ્રેસ રોડ ઉપર ના તમામ વેપારીઓ ની દુકાનો આગળ ના ઓટલા તોડી નાકવા મા આવીયા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વીઠળ પ્રેસ રોડ ના વેપારી દ્વારા વિરોધ નગરપાલિકા સામે નોંધવામાં આવિયો હતો અને જો ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર બંધ ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ત્યારે સુરેન્દ્રનગર પાલિકાતંત્ર દ્વારા શહેરમાં છેલ્લા થોડા દિવસોથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેરના હાર્દ ગણાતા વિઠ્ઠલપ્રેસ રોડ પર પાલિકાની ટીમ દબાણ હટાવવા જતાં વેપારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દુકાનોની બહાર રહેલા પાકા ઓટલા તોડી પડતા રોષે ભરાયેલા વેપારીઓ જેસીબી મશીનની આડે બેસી જતાં મામલો ગરમાયો હતો. અંતે આજે ચીફઓફીસરે વેપારીઓ સાથે તાકિદની બેઠક બોલાવી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ ખડકી દેવાયેલા દબાણોના કારણે શહેરના રસ્તાઓ દિવસે દિવસે સાંકડા બનતા જાય છે. અને તેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરના ટીબી હોસ્પિટલ રોડ, લક્ષ્મીપરા, મેળાના મેદાન સહીતના અલગ અલગ વિસ્તારોમાંથી અંદાજે 100 થી વધુ કાચાપાકા દબાણો અને લારીગલ્લા સહીતના દબાણો નગરપાલિકા હટાવવા મા આવીયા હતા ત્યારે ગઈ કાલે સાંજ નાં સમયે નગરપાલિકા દ્વારા વેપારીઓ ના ૧૦૦ થી વધુ ઓટલા તોડી નાખતા નગરપાલિકા સામે વેપારીઓ એ વિરોધ નોંધાવિયો હતો ત્યારે નગરપાલિકા નાં ચીફ ઓફિસર અને વેપારીઓ ને આગેવાનો દ્વારા સાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.
કાર્યવાહી કરવા ખાતરી મળતાં વેપારીઓનો રોષ ઓછો થયો વિરોધ વચ્ચે 80 પાકા ઓટલા તોડ્યા
દબાણ તોડવા ગયેલી પાલિકાની ટીમને વેપારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓએ રસ્તા પર બેસી જઈ ઝુંબેશનો વિરોધ કરતાં વાતાવરણ ગરમ બન્યું હતું. બીજી તરફ પાલિકાની ટીમે ગુરુવારે અલગ અલગ વિસ્તારોમાં કુલ 80થી વધુ પાકા ઓટલાનાં દબાણો દૂર કર્યાં હતાં તેમજ મોડી સાંજ સુધી કામગીરી ચાલુ હતી.
પાલિકા વેપારીઓ : પ્રશ્ન હલ નહી થાય તો સુરેન્દ્રનગર બંધનું એલાન
સુરેન્દ્રનગરમાં ડિમોલેશન થયા પછી પરિસ્થિતિ જૈસે થે થઇ જાય છે. વેપારીઓના તૂટેલા ઓટલાની જગ્યાએ લારીવાળાઓ કબજો જમાવીને બેસે છે. આથી લારીવાળાઓને કાયમી જગ્યા આપી વેપારીઓના પ્રશ્નો દૂર કરવાની અમારી માંગ છે. છતાં જો પ્રશ્નનો હલ નહી આવે તો સુરેન્દ્રનગર બંધનુ વેપારીઓ એલાન આપશે.
વિઠ્ઠલપ્રેસ રોડ પર ગેરકાયદે ઓટલા તોડતી વખતે વેપારીઓ રસ્તા પર બેસી ગયા હતા. વિઠ્ઠલપ્રેસ રોડ પરથી લારીવાળાઓને કાયમ માટે દૂર કરવાની અગ્રણી વેપારીઓ માગણી કરી રહ્યા છે. આથી વેપારીઓ સાથે શુક્રવારે 4 વાગ્યે બેઠકનું આયોજન કરાયું છે, જેમાં પ્રશ્નનો હલ લાવવા પ્રયાસ કરાશે.