તંત્ર દ્વારા સુવિધાઓ નહી અપાય તો સ્થાનીકોએ ચકકાજામની ઉચ્ચારી ચિમકી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાની હદમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા 10 હજારથી વધુ લોકો છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહીતની પ્રાથમિક સુવિધાઓ વંચીત છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા રોડ ચક્કાજામ કરવા સહીતના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલ ગણતરી ફાટસર વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યાં છે.આ વિસ્તારમાં હાલ 15 હજારથી વધુ લોકો વસવાટ કરે છે તેમજ શહેર અને જિલ્લાનું પ્રખ્યાત ગણપતિ મંદિર પણ અહી આવેલુ છે. આ વિસ્તારમાં આવેલી અંદાજે 10 થી વધુ સોસાયટીના રહીશો પાકા રસ્તા, પીવાનુ શુધ્ધ પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ સહીતની પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકીનો સામનો કરવો પડવ છે.

ચોમાસામાં તો આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ચારે તરફ ગંદકી અને કીચડના સામ્રાજ્ય ના કારણે લોકો પગપાળાચાલીને કે વાહનલઇને પણ બહાર નીકળી શકતા નથી. સુરેન્દ્રનગર શહેરમાં હાલ હજી તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં આ વિસ્તારમાં રહેતા લોકોને ઘરનીબહાર નીકળવુ મુશ્કેલ બને છે.ભારે વરસાદ થાય ત્યારે ચારેબાજુ પાણી ભરાઇ જતાં બાળકોને શાળાઓમાં મુકવા જવા કે હોસ્પિટલ જવામાં પણ મુશ્કેલીનોસામનો કરવો પડે છે.

સોસાયટીઓ માં રસ્તા એટલી હદે ખરાબ છે કે 108 પણ અંદર નથી આવતી. સ્થાનિક પાલિકાના સભ્યો કે નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં તેમજ અગાઉ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવા છતાં સુવિધાઓને બદલેમાત્ર ઠાલા આશ્વાસન મળ્યા છે જેનેલઇને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ચૂંટણી સમયે મત માંગવા આવતા એક પણ નેતાઓ હાલફરકતા ન હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

ત્યારે તંત્ર દ્વારા આ મામલે આગામીસમયમાં યોગ્ય પગલા લેવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકીપણ ઉચ્ચારવામાં આવી હતી આમ છતાં પણ આજે ચૂંટણી અને ચૂંટણીના પડઘમો વાગ્યા અને ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છતાં પણ આ વિસ્તારની સમસ્યા યથાવત રહી હવે આ વિસ્તારના લોકો જાગૃત થયા છે અને આ વિસ્તારના લોકો હવે મતદાન કોની ઉપર કરશે તેની અટકડો પણ ઉત્પન્ન થઈ છે ત્યારે સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ એક પણ સમસ્યાનું નિરાકરણ નગરપાલિકાના લાવી શકે જેના કારણે આ વિસ્તારના લોકો એ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.