રેવન્યુ સ્ટાફ અને નગરપાલિકાએ જ અંતે ધોળીપોળ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં હાલમાં મામલતદાર અને રેવન્યુ સ્ટાફ દ્વારા ડીવો લેસનનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર રોડ રસ્તા ઉપર અને મુખ્ય દબાણ કર્તાઓને મામલતદાર અને રેવન્યુ સ્ટાફ ઉપરાંત નગરપાલિકા દ્વારા આવા દબાણ કર્તાઓને જાણ કરી આ દબાણો દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ત્યારે આવા દબાણો સૂચના આપી હોવા છતાં પણ ન હટાવવામાં આવતા અંતે રેવન્યુ સ્ટાફ અને મામલતદાર સહિતની ટીમો દ્વારા વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારોમાં આવા દબાણો પોતાના જેસીબી અને અન્ય સાધનો વડે દૂર કરવામાં આવ્યા હતા અને જિલ્લાના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.
ત્યારે આવા દબાણમાં મુખ્યત્વે વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ઉપર આવેલ અને ટ્રાફિકને અડચણરૂપ થતા ગઇકાલે જિલ્લામાં ૫૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેમાં વઢવાણ ધોળીપોળ ખાતે મામલતદાર હાઉસ અને રેવન્યુ સ્ટાફ વસાહત માટે નીમ થયેલ જમીન પર થી દબાણ દુર કરવાની કામગીરી પોલીસ તથા નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખીને કરવામાં આવી હતી. ત્યારે ખાસ વઢવાણના ધોળીપોળ રોડ અને મુખ્ય રોડ રસ્તા ઉપરના દબાણો દૂર કરવામાં આવતા રોડ-રસ્તાઓ વ્યવસ્થિત રીતે ખુલ્લા થયા હતા.