સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન લોડેડ પિસ્તોલ સાથે ઘુસી જતા સીટી પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ ઘસી જઈ પ્રતિબંધીત વિસ્તારમાં હથિયાર લઈ જતા તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરની કોર્ટમાં છ ગોળીઓ ભરેલી પિસ્તોલ લઈ  કોર્ટમાં   કેસ ચાલતા હોય ત્યાં યુવક પ્રવેશી ગયો હતો ત્યારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા યુવક પાસે હથિયાર પરવાનાનું લાઇસન્સ હોય તેવું જાણવા મળ્યું હતું પરંતુ ખાસ કરીને કોર્ટમાં મોબાઈલ ફોન વિડીયોગ્રાફી ની વસ્તુઓ તેમજ હથિયાર તેમજ રિવોલ્વોલ પિસ્તોલ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.

આ વસ્તુ કોર્ટમાં ન જાય તે માટે પૂરતો જાગતો બંદોબસ્ત પણ કોર્ટમાં ગોઠવવામાં આવતો હોય છે ત્યારે સુરેન્દ્રનગરની કોર્ટમાં જ્યાં કેસ ચાલતો હતો ત્યાં કિરીટસિંહ રાઓલ નામનો યુવક કોર્ટમાં પ્રવેશ કરી દીધો હતો ત્યારે આ મામલે સીટી પોલીસને જાણ થતા સીટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સની પૂછપરછ હાથ ધરી અને  બાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.