ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી: બ્લડ બેંક ફરી શરૂ કરાઇ
સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ અનેક સમસ્યાઓથી પંકાયેલી રહી છે, આ હોસ્પિટલમાં અનેક ડોક્ટરોની જગ્યા પણ ખાલી છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાક સમયથી બ્લડ બેન્ક બંધ હતી જે હાલમાં શરૂ કરવામાં આવી છે જે લોકો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.હાલમાં સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે બ્લડ બેન્કમાં 56 બોટલો સાથે બ્લડ બેન્ક નું પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ અનેક ગામડાને તાલુકા અને તેના શહેરોમાંથી સારવાર મેળવવા માટે સુરેન્દ્રનગર ખાતે આવતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની આ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે અનેક ડોક્ટરોની જગ્યાઓ હાલમાં પણ ખાલી છે અને અનેક પ્રકારની સુવિધાઓ જે દર્દીઓને મળવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં ન મળતી હોવાની અનેકવાર અનેક વખત લેખિત તેમજ મૌખિક તેમજ કેન્દ્ર લેવલ સુધીની રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની આ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરની આ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે જે કેટલાક લાંબા સમયથી જે બ્લડ બેન્ક બંધ પડી હતી તે હાલમાં 56 બોટલ બ્લડ સાથે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે તેમજ અનેક વાર અનેક દર્દીઓને લોહી ચડાવવાનું હોય છે ત્યારે મોટી મુસીબતો સર્જાતી હોય છે ત્યારે આ અનેક બાબતોની રજૂઆત ને ધ્યાનમાં લઇ અને હાલમાં તાત્કાલિક અસર એ બ્લડ બેન્ક શરૂ કરવાની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસર એ સુરેન્દ્રનગર શહેરની આ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે બ્લડ બેન્ક શરૂ કરવામાં આવી છે જેમાં લોહીના નમુના અને લોહીની સંપૂર્ણપણે તપાસ કરી અને હાલમાં બ્લડ બેન્ક ખાતે 56 જેટલી બોટલો સ્ટોકમાં રાખવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર જનતાને એક સારા સમાચાર સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ કે જે સરકારી હોસ્પિટલ છે ત્યાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે કોઈપણ પ્રકારના બ્લડ ની જરૂરિયાત જણાય તો હાલમાં સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતેથી આ બ્લડ દર્દીઓને આપવામાં આવશે અને તેની સામે અન્ય લોહીની બોટલો પણ જમા કરાવવાની રહેશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.