ખેતરોમાં તળાવ, ગોચરમાં ખેતરો, માલીકી બદલાય ગયા પ0 હજારથી વધુ ખેડુતોની જમીનમાં ગોટાળાની વ્યાપક ફરીયાદો
ગુજરાત રાજયમાં સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણી દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લામાં જમીન માપણીમાં લોલમલોલ થયું હોય તેવું પ0 હજારથી વધુ ખેડુતોની જમીનનોમાં વ્યાપક ગોટાળો સામે આવ્યો છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન માપણીમાં વ્યાપક ભૂલો હોવાનું સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા 2016 ના વર્ષમાં સેટેલાઈટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી પરંતુ આ જમીન માપણીમાં વ્યાપક ભૂલો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવા પ્રકારની ઘટના બની છે ત્યારે અંદાજિત 48000થી વધુ ખેડૂતોએ જિલ્લામાં જમીન માપણીમાં ભૂલ હોવાની અને નવી જમીન માપણી કરી આપવા માટેની સર્વે ભવન ખાતે અરજી કરી છે.
છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો ના આવતા આજે ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા સુરેન્દ્રનગર ની મુલાકાતે દોડી આવ્યા છે ખાસ કરી ધાંગધ્રા લીંબડી લખતર વઢવાણ સહિતના ગામોના ખેડૂતોને સાથે રાખી અને સર્વે ભવન ખાતે આ મામલે રજૂઆત કરવામાં આવી છે સેટેલાઈટ દ્વારા જે જમીન માપણી કરવામાં આવી છે જેમાં ખેડૂતોના સર્વે નંબર ફરી ગયા છે જ્યાં ગૌચર જમીન અને તળાવો છે ત્યાં ખેડૂતોની જમીનો બોલે છે.
અને ખરા અર્થમાં જ્યાં ખેડૂતોની જમીનો છે ત્યાં તળાવ અને સરકારી ખરાબા નવા સર્વેમાં બોલતા હોવાની રજૂઆત પાલભાઈ આંબલીયા એ સુરેન્દ્રનગર સર્વે ભવનના અધિકારીઓ સમક્ષ કરી છે આ બાબતે તાત્કાલિક ધોરણે નવો સર્વે હાથ ધરવામાં આવી અને જે માપણી થઈ છે તે રદ કરી અને યોગ્ય માપણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે સર્વે ભવનના જે અધિકારીઓ છે તે ખેડૂતો સાથે બેહુદુ વર્તન કરતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા લીંબડી વઢવાણ અને આજુબાજુના ગામડાઓના ખેડૂતો સર્વે ભવનની કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા છે પરંતુ જે પ્રશ્નનો નિવેડો થવો જોઈએ તે થશે કે નહીં તેની સામે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે ખેડૂતો જમીન માપણી ખોટી થઈ હોવાનો દાવો 2016 ની સાલથી કરી રહ્યા છે
નવી જમીન માપણી રદ થવી જોઈએ: પાલભાઈ આંબલિયા
નવી જમીન માપણી રદ થવી જોઈએ કારણ કે 2016 માં જે જમીન માપણી કરવામાં આવ્યું છે જે સેટેલાઈટ થી કરવામાં આવી છે આ સેટેલાઈટ થી કરવામાં આવેલી જમીન માપણીમાં વ્યાપક ભૂલો હોવાનું સામે આવ્યું છે ત્યારે બે સગા ભાઈઓના ખેતરો અને શેઢાવો અને જમીનોમાં પણ વ્યાપક ત્રુટીઓ સામે આવ્યું છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર સર્વે ભવનની કચેરી ખાતે કોંગ્રેસના ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા પહોંચ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે તેમને બેઠક કરી છે તેમના પ્રશ્નો સાંભળ્યા છે અને જે જમીન માપણીમાં ભૂલો હોય તે તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને સર્વે ભવનની કચેરીના મુખ્ય અધિકારીઓને સો આપ્યા છે ત્યારે આ દરમિયાન પાલભાઈ આંબલીયા એ તંત્ર સમક્ષ એક જ માંગણી કરી છે કે નવી જમીન માપણી રદ થવી જોઈએ નહીંતર બે સગા ભાઈઓ એકા બીજાના દુશ્મન થઈ જશે