સોમા ગાંડા ત્રણ વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી ચૂંટાયા

જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્ત્વ વધુ રહેતું હોવાથી જિલ્લાની પાંચ બેઠકો પર કોળી સમાજ હુકમનો એક્કો સાબિત થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજના પાંચ લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. સુરેન્દ્રનગર લોકસભામાં વિરમગામ અને ધંધૂકાના સમાવેશ સાથે ૧૮,૩૬,૦૪૬ મતદારો નોંધાયા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ૧૯૫૨ અને ૧૯૫૭માં કોંગ્રેસનું શાસન આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં ૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટી, ૧૯૭૧માં કોંગ્રેસ, ૧૯૭૭માં ભારતીય જનતા પાર્ટી અને ૧૯૮૦-૮૪માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.

ત્યાર બાદ ૧૯૮૯-૯૧માં ભાજપે સત્તા હસ્તગત કરી લીધી હતી. આમ, સુરેન્દ્રનગર લોકસભાના મતદારો અલગ-અલગ પક્ષને બહુમત આપીને વિજય બનાવે છે, ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૮થી ૧૯ વયના ૨૫,૦૦૦ યુવા મતદારો નોંધાયા છે. આ મતદારોના મત બંને પક્ષ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ૨૦૧૯ મતદારોનો મિજાજ કોના તરફથી છે તે તો ચૂંટણી બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.

કોણ ક્યારે જીત્યુ

૧૯૫૨ ડો. જયંતીલાલ પારેખ (કોંગ્રેસ)
૧૯૫૨ રસિકલાલ પારેખ (કોંગ્રેસ)
૧૯૫૭ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (કોંગ્રેસ)
૧૯૬૨ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (કોંગ્રેસ)
૧૯૬૭ મેઘરાજજી (સ્વતંત્રતા પાર્ટી)
૧૯૭૧ રસિકલાલ પારેખ (કોંગ્રેસ)
૧૯૭૭ આર. કે. અમીન (જનતા પાર્ટી)
૧૯૮૦ દગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (કોંગ્રેસ)
૧૯૮૪ દગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (કોંગ્રેસ)
૧૯૮૯ સોમાભાઈગાંડાભાઈકોળી પટેલ (ભાજપ)
૧૯૯૧ સોમાભાઈગાંડાભાઈકોળી પટેલ (ભાજપ)
૧૯૯૬ સનતભાઈ મહેતા (કોંગ્રેસ)
૧૯૯૮ ભાવનાબેન દવે (ભાજપ)
૧૯૯૯ સવસીભાઈ મકવાણા (કોંગ્રેસ)
૨૦૦૪ સોમાભાઈગાંડાભાઈકોળી પટેલ (ભાજપ)
૨૦૦૯ સોમાભાઈગાંડાભાઈકોળી પટેલ (કોંગ્રેસ)
૨૦૧૪ દેવજીભાઇ ફતેપરા (ભાજપ)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.