સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસમાજીક પ્રવૃતિને ડામી દેવાની ઝુબેશના ભાગરુપે સુ.નગર એસઓજી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.બી.સોલંકીની સુચનાથી પો.સ.ઇ. એચ.એમ.રાણા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ દાદુભાઇ જાડેજા તથા ઘનશ્યામભાઇ મસીયાવા તથા રણજીતસિંહ પરમાર તથા દાજીરાજસિંહ પો.હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવીણભાઇ આલ, ઘનશ્યામભાઇ પઢેરીયા, ડાયાભાઇ પટેલ, મહિપતસિંહ તથા પો.કોન્સ. સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા પો.કોન્સ. હરદેવસિંહ તથા મહીલા કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રીયંકાબેન પરમાર તથા ડ્રા. પો.કોન્સ. વિકમભાઇ તથા વિજયભાઇ વિ. સ્ટાફના માણસો સાથે સાયલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ હતા.
દરમ્યાન એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મસીયાવા તથા પો.કો. સંજયસિંહનાઓને મળેલ બાતમી આધારે ઉદયભાઇ લખુભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ.ર૩ ધંધો ખેતી રહે. શિરવાણીયા તા. સાયલા જી. સુ.નગર વાળા હથીયાર સાથે શીરવાણીયા ગામથી નોલી તરફ જવાના ગાડા માર્ગે થી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મજલ લોડ બંદુક કી. રૂ ૨૫૦૦/- ના હથીયાર સાથે પકડી પાડેલ છે.