ઠેર-ઠેર ગંદકીના ગંજ પાલિકા તંત્ર રોગચાળા માટે જવાબદાર
સુરેન્દ્રનગર વઢવાણ ની નગરપાલિકાઓ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી ભરાયેલા પાણી, કચરાઓના ઢગલાં,ગંદા તળાવો ગંદા કુવાઓ ના કારણે સુરેન્દ્રનગર વઢવાણ માં મચ્છરોની અતિ ભયંકર ઉત્પતી છે . મચ્છરો ના કરડવાથી ઘરે ઘરે માંદગી ના ખાટલોઓ છે. મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ થી પ્રજા પિડાઈ રહી છે. સરકારી હોસ્પિટલો માં એમ. ડી. ડોક્ટરો નથી એમ. ડી પેથોલોજીસ્ટ નથી. પરિણામે ડેન્ગ્યુ જેવા રોગ ની સારવાર માટે ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા ને ઈલાજ માટે ખાનગી હોસ્પિટલ માં એમ.ડી ડોક્ટરોની સેવા લેવી પડે છે. ડેન્ગ્યુ ની તપાસ માટે લોહી નુ પરીક્ષણ માટે પુરા ₹ ૬૦૦ ખાનગી લેબ માં ચુકવવા પડે છે રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી આરોગ્ય મંત્રી ધારાસભ્યશ્રી, સાંસદ ને મહાત્માં ગાંધી સ્મારક હોસ્પિટલ માં ડોક્ટરો તથા તપાસના સાધનોની સગવડતા કરવા માટે ટપાલો લખી લખી હાથ દુખવા આવ્યા છે. પણ જે હોસ્પિટલ નું નામ રાષ્ટ્ર પિતા મહાત્માં ગાંધી નામથી આવેલ છે ત્યાં જ જરૂરી રોગોની સારવાર માટે ડોક્ટરો જ નથી.રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુરેન્દ્રનગર માં ઉદઘાટનો માટે ગાંધીનગરથી હેલીકોપ્ટર માં સુરેન્દ્રનગર આવે છે. પણ પ્રજાને આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ ની મુલાકાત માટે સમય નથી.રાજ્યની ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા ને વિના મુલ્યે આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ છે.