- KYC અને આધારકાર્ડ કેન્દ્રો પર ઘસારો,
- કંટાળેલી પ્રજાએ તોડફોડ કરી
સુરેન્દ્રનગર : શહેરી વિસ્તારમાં આધારકાર્ડ અપડેટ અને E-KYC કામગીરીના કેન્દ્રો શરૂ હોવાથી લાભાર્થીઓને સવારથી લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. તેમજ તેને લઇ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ આધાર સેન્ટર ખોલવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. ત્યારે પ્રજાને હાલાકી પડવાથી કંટાળીને પ્રજાએ તોડફોડ કરી.
અનુસાર માહિતી મુજબ,સુરેન્દ્રનગર જિલ્લામાં KYC અને આધારકાર્ડ કેન્દ્રો પર ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. પાટડીમાં આધારકાર્ડ કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ લાઇનમાં ઉભી રહેલી કંટાળેલી પ્રજાએ સિસ્ટમના સાધનોમાં પણ તોડફોડ કરી હતી.
KYC અને આધારકાર્ડ કેન્દ્ર પર ઘર્ષણ
પાટડીમાં લાઇનમાં ઉભી રહીને કંટાળેલી પ્રજાએ KYC અને આધારકાર્ડ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. તેમજ સુરેન્દ્રનગર શહેરમાં પણ KYCની કામગીરીને લઈ ઓપરેટરો અને જનતા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન KYC કરાવવું ફરજિયાત છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સિસ્ટમના અભાવને કારણે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.
KYC અને આધારકાર્ડ કાઢનાર કર્મચારીઓ ઘર્ષણનો ભોગ બની રહ્યાં છે. તેમજ સિસ્ટમ વ્યવસ્થામાં વધારો કરી આધારકાર્ડ અને KYC કેન્દ્ર વધારવાની માંગ ઉભી થઇ છે. તેમજ પ્રજાએ કંટાળીને તોડફોડ કરી હતી.