રક્ષાબંધનના એક દિવસ જ ખેડુતોને 2 કલાક વધુ વીજળી આપવાની વાત હતી અધિકારીઓએ ખેડુતોને રોકડુ પરખાવ્યું
બે દિવસ પહેલા સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ખેડૂતલક્ષી આ જાહેરાત હતી ખેડૂતોને હાલની પરિસ્થિતિ મુજબ સૌરાષ્ટ્રના ગામોમાં વરસાદ ખેંચાયો હોવાના કારણે બે કલાક સુધી વધુ વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ 24 કલાકમાં જ આ જાહેરાતનો જાણે ફિયાસકો થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂતોને માત્ર 24 કલાક જ બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું વીજ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આજથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને માત્ર આઠ કલાક જ ખેતી વપરાશ માટેનો વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવશે ત્યારે એક દિવસ માટે દસ કલાક સુધી વીજળી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જોકે આ મુદ્દે ખેડૂતો દ્વારા વિવિધ તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે સરકારે માત્ર એક દિવસ માટે જ પરિપત્ર બહાર પાડ્યો હતો અગામી કોઈ સૂચના ન હોવાના કારણે હવેથી આઠ કલાક જ રાબેતા મુજબ ખેડૂતોને વીજ વપરાશ માટે પુરવઠો આપવામાં આવશે.
સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પેંડા મીઠાઈઓ ફટાકડા ફોડવામાં આવ્યા હતા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ માત્ર એક દિવસ માટે ખેડૂતોને વધુ આપવાની આટલી ઉજવણી અને લાખો રૂપિયાનો ખર્ચ પક્ષના કાર્યકર્તાઓના બોજા હેઠળ કરવામાં આવ્યા છે ત્યારે હવેથી માત્ર ફક્ત આઠ કલાક જ ખેડૂતોને વીજળી મળી શકશે.
બીજી તરફ આ મુદ્દે સરકારી વીજ વિભાગના અધિકારીઓ સાથે વાત કરવામાં આવતા સરકારે જે સૂચના આપી હતી તે માત્ર રક્ષાબંધનના દિવસે 10 કલાક વીજળી આપવાની આપી હતી અગામી કોઈ સૂચના ન હોવાના કારણે આઠ કલાક જ ખેડૂતોને વીજળી આજથી આપવાની છે અને આ પ્રકારની સૂચના ઉપરથી પણ આવેલી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સરકારે માત્ર એક દિવસ માટે બે કલાક ખેડૂતોને વધુ વીજળી આપવાની જાહેરાત 24 કલાકમાં બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.