માવઠાના નુકશાનના વળતરની જાહેરાતો થાય છે પણ સર્વે જ નથી કરાતા હોવાનો ખેડુતોને વસવસો
સુરેન્દ્રનગર ઝાલાવડ પંથકમાં પાંચ પાંચ માવઠાનો માર ખેડુત અને ખેતી પર પડયો જગતના તાતને પડયા બપર પાટુ જેવી સ્થિતિમાં હજુ સુધી એક પણ રૂપીયાનું વળતર ન મળ્યુંહોવાનો વસવસો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર પંથમાં માર્ચ મહિનામાં તા. 8,9,17,18 અને 20ના રાજે આવેલા કમોસમી વરસાદથી વ્યાપક નુકશાન થયું છે. પરંતુ હજુ સુધી સર્વે પણ કરવામાં આવ્ો નથી ખેડુતોને નુકશાનીનો આંક બહુ જ મોટો છે. પણ હજુ સુધી એક પણ રૂપીયાનું વળતર મળ્યું નથી.
આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી નિયમોનુસાર સહાય આપવામાં આવે પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે એવા પ્રહારો કરવામાં આવ્યા હતા.ખેડૂતોના કાયદેસર રીતે 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે
સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છેજો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે ??? તાલુકા મથકે નોંધાયેલા વરસાદનાં આધારે સર્વે કરવામાં આવ્યું હતું તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે ? ઉનાળુ પાકમાં સર્વે – સહાયની જાહેરાત ક્યારે થશે ?? જેવા અનેક પ્રશ્નો એ લોક મુખે ચર્ચાનો વિષય બન્યા છે.