આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ડી.એન. રાઠોડ મફત શિક્ષણ આપીને રોજગારીની જવાબદારી પણ નિભાવશે
સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ.માં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને ઈંઝઈં ના વેલ્ડરટ્રેડના ઈન્સ્ટ્રક્ટર મફત શિક્ષણ આપશે અને રોજગારીની જવાબદારી પણ લેશે.મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો, વડીલો ગુમાવ્યા છે. તેમાંય ખાસ કરીને કેટલા કે તો માતા-પિતા પણ ગુમાવતા નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લેતા બાળકોના જીવનમાં રોશનીનું એક નવું કિરણ ખીલી ઉઠશે.
કોરોનાની બીજી લહેરમાં ભારતભરમાં અસંખ્ય લોકોના મોત થયા છે, અને કેટલાય પરિવાર નિરાધાર બની ગયા છે, જેની અસર લોકોના સામાજિક અને આર્થિક જીવન પર પડી છે. અને ખાસ શિક્ષણ ક્ષેત્રે તેની મોટી અસર જોવા મળી છે. ત્યારે આ મહામારીમાં એમ.પી. શાહ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર દીપકભાઈ નારાયણભાઇ રાઠોડ દ્વારા તેમની સંસ્થામાં કોરોમાં માતાપિતા ગુમાવી દીધા છે તેવા બાળકને એકવર્ષીય કોર્ષ 2021-2022 અને બે વર્ષીય કોર્સ 2021-2023 દરમિયાન એડમિશન લેશે તેવા બાળકોને તેના મફત શિક્ષણથી માંડીને રોજગારી આપવાની જવાબદારી નિભાવવામાં આવશે.
આ અંગે જિલ્લાના લોકોને પણ અપીલ કરાઇ હતી કે તમારી આસપાસ રહેતા નિરાધાર બાળકો જણાય તો આઈટીઆઈ સંપર્ક કરી તા- 3-07-2021થી 20-07-2021 સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ છે તેમ પ્રવેશ અપાવો. આજના સેલ્ફ ફાઈનાન્સના જમાનામાં એક સરકારી કર્મચારી દ્વારા શિક્ષણથી માંડી રોજગારી સુધીની જવાબદારી લેવી તે સરાહનીય બાબત ગણી શકાય.ડી.એન. રાઠોડની આ સેવાકીય પ્રવ્રુતિ કરી પોતાનું યોગદાન આપે છે.
આ અંગે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.ના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ડી.એન. રાઠોડે જણાવ્યું કે, હું જયારે આ આઈટીઆઈમાં તાલીમ લઇ રહ્યો હતો ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. જેથી આ સંસ્થાનું ઋણ અદા કરવા માટે નિરાધાર બાળકોને આઇ.ટી.આઈ.ના શિક્ષણમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે તેમની શિક્ષણથી માંડીને રોજગારી આપવા સુધીનો વિચાર આવતા જવાબદારી સ્વીકારી છે. ડી.એન.રાઠોડે લીધેલ નિર્ણય વિશે તેમના સ્ટાફ ના લોકો પણ આવકારે છે. જ્યારે જરૂરીયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે બીજા લોકો પણ આગળ આવે તે જરૂરી છે.