સુરેન્દ્રનગરમાં ગરમી અને તાપમાનમાં વધારો થયો છે. સાથો સાથ સુરેન્દ્રનગર જીલ્લામાં ગુજરાત રાજયનું સૌથી હોટ સીટી તરીકે નોંધાયું છે. જન જીવન સાથે પશુઓ પંખી અને માનવજીવન પર પણ માઠી અરસ પડી છે.
સુરેન્દ્રનગર જીલ્લો ગુજરાતનું સૌથી વધુ તાપમાન ૪૪.૩ડીગ્રીને પાર પહોંચી જતા રસ્તાઓ સુમશાન જોવા મળ્યા હતા સુરેન્દ્રનગરના રણમાં શહેર કરતા પણ વધુ ગરમી પડતા ખરાગોડઆ ના લોકો અને ત્યાં ના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો નદીમાં ગરમીના કારણે પક્ષીઓએ નદીનો સહારો લેવો પડયો છે. અને અંતિમ તસ્વીરમાં કોલેજના વિઘાર્થીઓ ગરમીના કારણે મુસીબતનો સામનો કરતા હોઇ તેવું લાગી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,