રાજકીય આગેવાનોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છતાં સંખ્યા 50 હજારથી પણ વધુ
એક તરફ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોને દત્તક લેવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તે છતાં પણ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો એ ચિંતાનો વિષય બન્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કુપોષિત બાળકોને પોષિત બનાવવા માટે વિવિધ પ્રકારના અભ્યાનો હાથ ધરવામાં આવી રહ્યા છે, તે છતાં પણ જિલ્લામાં વાયુવેગે કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેવા સંજોગોમાં તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો છે. જેમાં જિલ્લાના 50,000 થી વધુ બાળકો કુપોષિતથી પીડાઈ રહ્યા છે ત્યારે આ એક ચિંતા નો વિષય બન્યો છે.એક તરફ બાળકો પોષણસમ બને તે માટે સરકાર દ્વારા સતત ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે,
તે છતાં પણ હવે આ ગ્રાન્ટો ક્યાં વપરાઈ રહી છે અને કોના પાછળ વપરાઇ રહી છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વિવિધ સ્થળો ઉપર બાળકો પોષિત બન્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ દાવાઓ કેટલા યોગ્ય છે તે લોકોને આંખે વળગી રહ્યા છે.ત્યારે તાજેતરમાં જ સર્વે અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 50,142 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે, તેવા સંજોગોમાં ખૂબ જ નબળા અને શારીરિક રીતે પણ નબળા હોવાનું સામે આવ્યું છે. એક સર્વેમાં આ સમગ્ર વિગત સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. તાજેતરમાં સરકાર દ્વારા સમગ્ર ભારત રાજ્યમાં કુપોષિત બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિ દુબળા અને શારીરિક રીતે અસક્ષમ કુલ 50142 બાળકો નોંધાયા છે. તેવા સંજોગોમાં આ આંકડો ભયજનક હોવાનું પણ શહેરી વિસ્તારના લોકોએ જણાવી રહ્યા છે.