ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો, સફાઇ તથા પાણી નિકાલનો અભાવ હોય મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ ફરી ઉથલો માર્યો છે. જિલ્લામાં કયાંય કોરોના નવો કેસ નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લામાં શરદી,ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળેલ છે. સતત વરસાદના પગલે વાતાવરણ ભેજવાળું બની ચૂક્યું છે અને મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાએ ઉછાળો આવ્યો છે અને વાઇરલ ઇન્ફેકશનના રોગમાં પણ વધારો થયો છે.
ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે 24 કલાકમાં જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના 248 જેટલા કેસો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ચૂકી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે જેને લઇને આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
નગરપાલિકા માં આવેલા મેલેરિયા અને ડેન્ગ્યૂ વિભાગમાં આરોગ્ય તંત્ર સાચા આંકડા પોઝિટિવ કેસો ના આપી રહ્યું નથી જેને લઇને ફોગીંગ પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો તેમજ પાણીજન્ય રોગચાળાએ ઉછાળો આવ્યો છે ત્યારે મેલેરીયા ઝાડા ઉલટી ડેગયુ જેવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરી વરસાદી સિઝન દરમિયાન શહેરી વિસ્તારોમાં આવેલા ખુલ્લા કોમન પ્લોટ અને માલિકીના પ્લોટમાં વરસાદી પાણી ભરાવો થઈ રહ્યો છે તેને લઈને અનેક સોસાયટીના રહેવાસીઓ માંદગીના બિછાને પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે તેવા સંજોગોમાં આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા આવા ખુલ્લા પ્લોટ તથા કોમન પ્લોટ માં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાતા રોગચાળાને અટકાવવા માં આવે તેવી શહેરીજનોની માંગણી કરી રહ્યા છે અને તે હવે જરૂરી પણ બન્યું છે.
પાલિકાના કોર્પોરેટર જાતે ફોગીગ કરવા પોતાના વોર્ડમાં મસીન લઈ નીકળી પડ્યા
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ના વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ પોતાના વોર્ડમાં વધી રહેલા ડેન્ગ્યુ મેલેરિયા ના કેકના પગલે પોતે જાતે પોતાના બાઈક ઉપર ફોગીગ કરવા નું મશીન લઈ અને વોર્ડ નંબર 8માં ફોગીગ કરવા નીકળી પડ્યા હતા. જેને લઇને આ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખુદ પાલિકાના કોર્પોરેટર કે જેમની બોડી ભાજપની છે અને તે પણ પોતે ભાજપના છે અને ભાજપમાંથી ચૂંટણી લડી અને કોર્પોરેટર તરીકે નગરપાલિકામાં ચૂંટાયા છે તે છતાં પણ તેમના કામો પણ ન થતા હોવાના પુરાવા સામે આવ્યા છે કારણ કે ખુદ જો કોર્પોરેટરને પોતાના વોર્ડમાં જો ફોગીગ કરી દવા છાંટવા માટે નીકળવું પડતું હોય તો તેનાથી મોટી કરુણતા હોય ન શકે જેને લઇને જિલ્લામાં પણ અનેક પ્રકારના પાલિકા સામે સવાલ ઊભા થયા છે ક