સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૬૫,૭૦૦ નો મુદામાલ પલાયન થઇ જતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો
બજાણા રોડ આવેલી સોસાયટીઓમાં ચોરો ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેમાં સોસાયટીના આશરે ૮ જેટલા બંધ મકાના તાળા તોડી તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઇ આશરે રૂ ૬૫,૭૦૦ ના મુદામાલની ચોરી કરી પલાયન થઇ જતા સમગ્ર પંથકમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. ઝાલાવાડમાં ચોરીના બનવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જયારે ચોરોને ચોરી કરવાનું મોકળુ મેદાન મળ્યું છે.
જેમાં દુકાનો, ઓફીસો તેમજ ઘરોમાં અનેક ચોરીના બનાવો બનતા હોય છે. જયારે થોડા સમય પહેલા જ પાટડીમાં ચોરી થઇ હતી. જેમાં આશરે રૂ ર લાખથી વધુની ચોરી થઇ હતી. તે ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે ફરીથી ચોરીનો બીજો બનાવ બજાણા રોડ પર રેલવે ફાટક બહાર આવેલી બે સોસાયટીના આશરે ૮ જેટલા બંધ મકાનોના તાળા તોડયા હતા.
જેમાં અમન પાર્ક સોસાયટીમાં રહેતા મુસ્તુભાઇ સીપાઇના બંધ મકાનમાંથી અંદાજે રૂ ૧૫ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરી કરી લઇ ગયા હતા. જયારે અન્ય બંધ મકાનના ફકત તાળા જ તૂટયા હતા. જયારે સોસાયટીની થોડે દુર બજાણા રોડ પર આવેલી વંદે માતરમ સોસાયટીના બંધ મકાનના ફકત તાળા જ તુટયા હતા. જયારે સોસાયટીની થોડે દુર બજાણા રોડ પર આવેલી વંદે માસ્તર સોસાયટીના બંધ મકાનના તાળા તૂટયા હતા.
જેમાં પ્રહલાદભાઇ વિજીભાઇ ઠાકોરના બંધ મકાનમાંથી રૂ રપ હજાર રોકડા અને ચાંદીના બે મંગળસૂત્રની ચોરી કરી આશરે રૂ ૬૫,૭૦૦/- ના મુદામાલ લઇ તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પાટડી પીએસઆઇ વી.એન. ચૌધરી, નીલેશભાઇ રથવી, નશરુદીનભાઇ અને જેંતીભાઇ સહીતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ ચોરી અંગેનો ગુન્હો નોંધી તસ્કરોની ગેંગને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન મર્યા છે.