ખારાઘોડા રણમાં ભારે વરસાદના પગલે અગરિયાઓની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. અને મીઠું પકવાતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બાદમાં અગરિયાઓ માંડ જીવ બચાવી ટ્રેક્ટરમા પોતાના વતન પરત ફર્યા હતા. જેમાં વનવિભાગ દ્વારા અગરિયા સમુદાયને મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેઓ મુહૂર્ત કરવા રણમાં ગયા હતા.
ખારાઘોડા રણમાં ફસાયેલા અગરીયાઓને વન વિભાગે સલામત સ્થળે ખસેડાયા
આઝાદી પહેલાથી રણમાં પેઢી દર પેઢીથી પરમ્પરાગત રીતે મીઠું પકવાતા અગરિયા સમુદાય આ વર્ષે એક પછી એક આફતોના પહાડથી મુશ્કેલીમા મુકાયો છે. પહેલા વનવિભાગ દ્વારા એમને રણમાં મીઠું પકવવાની મંજૂરી ન અપાતા તેઓ પોતાની અસ્તિત્વની લડાઈ માટે ઝઝૂમ્યા હતા. જેમાં ભારે લડત બાદ વનવિભાગ દ્વારા એમને રણમાં મીઠું પકવવાની મંજૂરી અપાતા તેઓ ચેકપોસ્ટ પર નોંધણી કરાવીને રણમાં મીઠું પકવવા પ્રયાણ કર્યું હતું.
જેમાં રણમાં ભારે વરસાદના પગલે અગરિયાઓના ઝુંપડા સહીતનું સીધુસામાન અને તમામ ઘરવખરી વરસાદી પાણીમાં તણાઈ ગઈ હતી. અને રણમાં છેલ્લા બે દિવસથી અવિરત ખાબકતા વરસાદના પગલે મીઠું પકવાતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બાદમાં એમણે પોતાના સગાવહાલાઓને ફોન કરી રણમા ટ્રેક્ટરો મંગાવી અગરિયાઓ માંડ જીવ બચાવી ટ્રેક્ટરમા પોતાના વતન પરત ફર્યા હતા. જેમાં વનવિભાગ દ્વારા અગરિયા સમુદાયને મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેઓ મુહૂર્ત કરી મીઠું પકવવા રણમાં ગયા હતા.