15 મિનિટ પોલીસ હટાકે દેખો કહેનારને પોલીસે પંદર મિનિટમાં દબોચી લીધા

તાજીયાના તહેવાર ટાણે જ કોમી પલિતો ચાપી કોમી હિંસા ફેલાવવાનો હીન પ્રયાસ કરનાર ચારેય શખ્સોએ વોટસએપ અને ઇન્સ્ટાગ્રામમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનાર ચારેય શખ્સોને ઇન્ચાર્જ એસ.પી. એચ.પી.દોશીની ટીમે કરી ધરપકડ

સમગ્ર રાજયમાં કોમી એકતા અને ભાઇચારા સાથે તા.29મીએ તાજીયાનું ઝુલુશ નીકળ્યું ત્યારે સુરેન્ર્નગરમાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા પંદરા મિનીટ પોલીસ હટાકે દેખો તેવી અન્ય રાજયની જુની વીડિયો પોસ્ટમાં ચેડા કરી તાજીયાના તહેવાર દરમિયાન કોમી રમખાણ અને હિંસા ફાટી નીકળે તેમજ કોમી શાંતિને પલિતો ચાપનાર  ચાર શખ્સોને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને ઇન્ચાર્જ એસપી એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ માત્ર પંદર મિનીટમાં ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા.29 જુલાઇના રોજ પંદરા મિનીટ કે લીએ પોલીસ હટાઓ ફીર દેખોની પોસ્ટ વોટસએપ અને ઇન્સ્ટાગ્રામમાં મુકવામાં આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. સુરેન્દ્રનગરમાં કોમી હિંસા ફેલાવવાનો ખૌફનાક કાવતરુ ઘડવામાં આવ્યાની શંકા સાથે પોલીસે સાયબર સેલની મદદથી જુદી જુદી દીશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એલસીબી પી.આઇ. વી.વી.ત્રિવેદી, સિટી એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. પી.બી.રમલાવત, જોરાવરનગર પી.એસ.આઇ. આર.જે.જાડેજા, ટેકનિકલ સેલના પીએસઆઇ એ.એસ.નાયર, એએસઆઇ જુવાનસિંહ સોલંકી, બળવંતસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ ગોહિલ, ધનરાજસિીંહ વાઘેલા, અમિતભાઇ મહેતા, કિશનભાઇ ભરવાડ, રાજુભાઇ કાનાણી અને જોરાવરનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા સઘન તપાસ શરુ કરવામાં આવી હતી.

દરમિયાન પંદરા મિનીટ પોલીસ કો હટા દો ફીર દેખો 2012ની જુની પોસ્ટ ગુજરાત બહારના રાજયની વાયરલ થઇ હતી તેમાં વોઇસ ચેડા કરી અપલોડ કરવામાં આવી હોવાની અને હિંસા ફેલાવે તેમજ કોમી રમખાણ સર્જાય તેવી પોસ્ટ સુરેન્દ્રનગરના રતનપરના આરિફ જુશબ મોવર, રેહાન રહેમતુલ્લા મોગલ, સદીયાણા બજાણા નાકા અને રતનપર મીલની ચાલ પાસે રહેતા અકબર અલુ મીયાણા નામના શખ્સોની ધરપકડ કરી છે. ચારેય શખ્સો જેહાદી પ્રવૃતિ કરતા શખ્સો સાથે સંડોવાયા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

પડધરીમાં ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાયરલ થયો

પડધરીના મોવીયા ઢોરે રહેતા અને મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ  સાજીદ ઓસ્માણ જુણેજાએ  ધાર્મિકલાગણી દુભાય અને કોમી દુશ્મનાવટ થાય તેવો ઇશ્કેરણીજનક વીડિયો વાયરલ કરનાર પડધરીના દેવીપૂજકવાસમાં રહેતા રાજેશ અટીગભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા ગોંડિલ સીપીઆઇ એ.સી.ડામોર અને પી.એસ.આઇ. જી.જે.ઝાલા સહિતના સ્ટાફે રાજેશ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.